Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ગુજરાતમાં કોંગ્રેસ ફક્ત કાગળ પર: ભાજપ આમ આદમી પાર્ટીને રોકવામાં વ્યસ્ત છે: અરવિંદ કેજરીવાલના પ્રહાર

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોંગ્રેસ કરતા પણ મોટું અને અત્યંત વિશાળ સંગઠન છે.

અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને તે 24 કલાક ઉપલબ્ધ છે, જો આપણે દિલ્હીમાં મફત વીજળી આપી શકીએ તો ગુજરાતમાં પણ આપી શકીયે છીએ. પંજાબમાં પણ 1 જુલાઈથી વીજળી મફત થઈ ગઈ છે. દિલ્હી મોડલ જોવા આવેલા ગુજરાતમાંથી બીજેપી ડેલીગેશન ને દિલ્હી મોડલના કોઈ કામમાં કોઈ ખામી જોવા મળી ન હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ જી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની શપથવિધિમાં હાજરી આપવા રવાના થયા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ જંગી સભા સંબોધતા કહ્યું કે, આજે આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ ફક્ત આમ આદમી પાર્ટીની શપથ નહીં લે પરંતુ દેશ સેવાની શપથ લેશે. આજે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાનું ગુજરાત બનાવવાની શપથ લેશે.

ગુજરાતમાં દશકો થી કોંગ્રેસ પાર્ટી છે પરંતુ આજે હું દાવા સાથે કહી શકું છું કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોંગ્રેસ કરતા પણ મોટું અને અત્યંત વિશાળ સંગઠન છે. કોંગ્રેસ ફક્ત કાગળ પર મૌજુદ છે. હજુ તો આવતા 1 મહિના માં બુથ સુધીનું સંગઠન બનાવી દેવામાં આવશે અને એ સંગઠન ભાજપના સંગઠન કરતા પણ મોટું હશે.

આજે બીજી પાર્ટીઓ પાસે નોકરિયાત કાર્યકર્તાઓ બનાવ્યા છે,જ્યારે આમ આદમી પાર્ટી માં દરેક કાર્યકર્તા પૈસા વગર કામ કરે છે. આવનારી ચૂંટણીમાં ભાજપ ના કાર્યકર્તાઓ પૈસા ભાજપ જોડેથી લેશે પણ કામ આમ આદમી પાર્ટી માટે કરશે.

 

(9:09 pm IST)