Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પાટણા ગામે વાડ રીપેરીંગ કરવાની રિશ રાખી મારક હથિયારો સાથે આવનાર 3 સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામમાં વાડ રીપેરીંગ બાબતની રીશ રાખી હુમલો કરનાર ત્રણ શકશો સામે આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર બંદુભાઈ દાદુભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા ( ૧ ) રૂપેશભાઈ કનુભાઈ વસાવા ( ૨ ) સંજયભાઈ કનુભાઈ વસાવા ( ૩) વસંતીબેન રૂપેશભાઈ વસાવા( ત્રણે રહે . નાના પાટણા ફળીયુ,પાટણા) આજુબાજુમાં રહેતા હોય બંદુભાઈએ ઘરની પાછળ તેમની જમીનમાં જુની વાડ હોય જે વાડ રીપેરીંગ કરતા જેની રીશ રાખી રૂપેશભાઈ એ બંદુભાઈને ઈંટ જમણા હાથે મારી ફ્રેક્ચર કરી તેમજ તેમનું ઉપરાણુ લઈ સંજયભાઈ કનુભાઈ વસાવા અને વસંતીબેન રૂપેશભાઈ વસાવા મારક હથિયાર લઈ દોડી આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોય પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે.

(10:18 pm IST)