Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

શહેઝાદ ખાન પઠાણ સામે કાળો જાદૂ કરવાને લઈને ચર્ચામાં આવેલા સસ્પેન્ડેડ કોર્પોરેટર ફરી વિવાદમાં સપડાયા !

સસ્પેન્ડેડ કોર્પોરેટરનાં જનસંપર્ક કાર્યાલયનું શહેર કોંગ્રેસ પ્રમુખે ઉદ્ઘાટન કરતાં વિવાદ સર્જાયો : ઉદ્ઘાટન સમયે કમળાબેન કોંગ્રેસનો ખેસ પહેરેલ જોવા મળ્યા

અમદાવાદ તા.03 : અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સામે કાળો જાદૂ કરવાને લઈને વિવાદમાં આવેલા કોર્પોરેટર જમનાબેન વેગડાને કોંગ્રેસે પાર્ટીમાથી સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ તેમના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાતાં વિવાદ સર્જાયો છે.

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ દાણીલીમડા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા વિવાદ સર્જાયો છે. ઉદ્ઘાટન સમયની સામે આવેલી એક તસવીરમાં કમળાબેન કોંગ્રેસનો ખેસ પહેરીને પણ જોવા મળી રહ્યાં છે.  તેમજ આ કાર્યક્રમમાં કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતાં.

તો મહિલા કોર્પોરેટરે કાર્યાલયનું નિર્માણ કર્યું તે ગેરકાયદેસર છે. તેમણે રહેણાંક સોસાયટીમાં આ કાર્યાલય ઉભુ કર્યું છે. આ માટે એ.એમ.સી દ્વારા બે વખત નોટિસ પણ આપવામાં આવી છે. તો જમનાબેનના કાર્યાલયના ઉદ્ઘાટનમાં શહેર પ્રમુખે હાજરી આપતા કોંગ્રેસે ગંભીર નોંધ લીધી છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ નીરવ બક્ષીને ઠપકો પણ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં ખુદ કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતા. પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા હોવા છતાં જમનાબેને પાર્ટીનો ખેસ પહેર્યો હતો. આ કાર્યક્રમમાં બરેરામપુરા વોર્ડના કોર્પોરેટર કમળાબેન ચાવડા, તસ્લિમ આલમ તીર્મિઝી, દરિયાપુરના કોર્પોરેટર માધુરી કલાપી અને ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યાં હતા.

(11:06 pm IST)