Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ગુજરાતમાં સરેરાશ પ ઇંચ વરસાદઃ સૌરાષ્‍ટ્ર-દક્ષિણ ગુજરાત લગોલગ

કયાંક વરસે ધોધમાર ને કયાંક વરસે જેવો તેવો, આ વરસાદ પણ જોને સાવ છે કોના જેવો? : આખા જુનનો સરેરાશ વરસાદ ૬૪.રર મી.મી., જુલાઇના પ્રથમ ૩ દિવસનો સરેરાશ વરસાદ ૬૦.૯ર ટકાઃ આકાશ ગોરંભાયેલુ

રાજકોટ તા. ૪ :.. રાજયમાં ધીમે ધીમે  ચોમાસુ આગળ વધી રહ્યું છે. આખા જુન માસમાં જેટલો વરસાદ પડેલ લગભગ તેટલો વરસાદ જૂલાઇ માસમાં પડી ગયો છે. જુનનો સરેરાશ વરસાદ ૬૪.રર ટકા અને જુલાઇનો સરેરાશ વરસાદ ૬૦.૯ર ટકા થયો છે. હજુ આકાશ ગોરંભાયેલું છે. ચાલુ મહિનામાં વધુ મેઘ મહેરની આશા છે. રાજયનો મોસમનો સરેરાશ વરસાદ ૧૪.૭ર ટકા થયો છે. સૌરાષ્‍ટ્રમાં ૧૬.ર૩ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૬.પ૦ ટકા વરસાદ પડી જતા બન્ને ઝોન લગોલગ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ૧૦.૪પ ટકા અને મધ્‍ય ગુજરાતમાં ૧૦.૩૯ ટકા વરસાદ થતા તે બન્ને ઝોન લગોલગ છે.
રાજયમાં સરેરાશ પ ઇંચ વરસાદ પડયો છે. જુલાઇ પ્રારંભથી વરસાદનો આંકડો દરરોજ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. સાવ વરસાદ ન હોય તેવો માત્ર એક જ તાલુકો રહ્યો છે. ૬૩ તાલુકાઓમાં બે ઇંચ સુધીનો વરસાદ થઇ ગયો છે. ૧૦૧ તાલુકાઓમાં ર થી પ ઇંચ વરસાદ થઇ ગયો છે. છેલ્લા ર૪ કલાકમાં (આજે સવાર સુધીમાં) ૭.૩ર એમ. એમ. વરસાદ પડયો છે. ગઇકાલથી આજે સવાર સુધીની સ્‍થિતિએ ૧પપ તાલુકાઓ અને ૩૧ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે. ખેડૂતોમાં ખુશી વ્‍યાપી ગઇ છે.
સૌરાષ્‍ટ્રમાં આજ સવાર સુધીમાં મોસમનો પ ઇંચથી વધુ વરસાદ થયો હોય તેવા તાલુકાઓ નીચે મુજબ છે.
તાલુકો        વરસાદ ઇંચ
ચોટીલા    ૦૬
ચૂડા        ૦પ
લીંબડી        ૦પ
મુળી         ૦પાા
ગોંડલ        ૦૬
જામકંડોરણા    ૦૪
પડધરી        ૦૪
રાજકોટ    ૦પ
કાલાવડ    ૦૮
ભાણવડ    ૦પ
ખંભાળીયા    ૧ર
કુતિયાણા    ૦પ
પોરબંદર    ૦૪ાા
ભેસાણ        ૦૪
જુનાગઢ    ૦૯
કેશોદ        ૦૪ાા
માળીયા    ૦૭
માણાવદર    ૧૪
માંગરોળ    ૦૮
મેંદરડા        ૦૯
વંથલી        ૦૮ાા
વિસાવદર    ૦૯
ગિરસોમનાથ    ૦૯
કોડીનાર    ૦૭
સુત્રાપાડા    ૦૪ાા
તાલાળા    ૦૮ાા
વેરાવળ    ૦૯
બગસરા    ૦૬
ખાંભા        ૦૬ાા
લાઠી        ૦૬
સાવરકુંડલા    ૦૯
ભાવનગર    ૦૪ાા
ગારીયાધાર    ૦પ
મહુવા        ૦૬
બાવળા        ૦૬

 

(11:54 am IST)