Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજ્યના ૩૧ જિલ્લાના ૧૫૫ તાલુકાઓમાં મેઘમહેર : સીઝનનો કુલ ૧૫% વરસાદ

ભારે વરસાદની આગાહી વચ્ચે : સૌથી વધુ મહેર દક્ષિણ ગુજરાત પંથકમાં અને સૌથો ઓછો કચ્છમાં....

(જીતેન્દ્ર રૃપારેલિયા દ્વારા) વાપી, તા. ૪ : આદ્રા નક્ષત્રના અંતિમ દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે આગામી ૯૬ કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી ને પગલે વહીવટી તંત્ર અલર્ટ બન્યું છે એટલુંજ નહિ એન.ડી.આર.એફ ની ટિમો પણ તૈનાત રાખવામાં આવેલ છે.

હવામાન સૂત્રો પાસે થી મળતી માહિતી અનુસાર અરબી સમુદ્ર ઉપર એક સિસ્ટમ્સ સક્રિય થઇ છે તેમજ રાજસ્થાન ઉપર પણ સાઈકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે આ બંને સિસ્ટમ્સ ને પગલે આગામી ૯૬ કલાકમાં સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત તેમજ સાબરકાંઠા અને બનાસકાંઠા પંથક માં ભારે વરસાદ ની વકી ઉભી થઇ છે.

 ફ્લડકંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે  આંકડા ને જોઈએ તો નવસારી ૬૧ મિમિ, સતલાસણા ૬૦ મિમિ,વડાલી ૪૫ મિમિ, માંગરોળ ૪૧ મિમિ,માંડવી ૩૯ મિમિ, વિજયનગર અને વીરપુર ૩૮-૩૮ મિમિ, સોનગઢ ૩૫ મિમિ,કરજણ ૩૪ મિમિ, ગણદેવી અને નેત્રંગ ૩૦-૩૦ મિમિ, બરવાળા અને પલસાણા ૨૯-૨૯ મિમિ, મહુવા અને તિલકવાડા ૨૭-૨૭ મિમિ, વાપી, બારડોલી,દાંતા અને દીઓદર ૨૬-૨૬ મિમિ વરસાદ નોંધાયો છે .

તો આ ઉપરાંત અંકલેશ્વર ૨૫ મિમિ, જાંબુઘોડા ૨૪ મિમિ,જલાલપોર,ઉમરપાડા અને ખેડબ્રહ્મા ૨૩-૨૩ મિમિ, વલસાડ, શિનોર, સંજેલી અને ડેસર ૨૨ મિમિ, ઓલપાડ ૨૧ મિમિ,નાંદોદ ૧૯ મિમિ,વ્યારા ૧૭ મિમિ,કામરેજ અને અંકલાવ ૧૬ -૧૬ મિમિ વરસાદ નોંધાયો છે. તો રાજ્ય ના અન્ય ૧૧૪ તાલુકાઓ માં ૧ મિમિ થી લઇ  ૧૪ મિમિ સુધી વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૬ વાગ્યા સુધીના આંકડા અનુસાર રાજ્યમાં સીઝન નો સરેરાશ કુલ વરસાદ ૧૪.૭૨ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જેને ઝોન અનુસાર જોઈએ તો કચ્છ પંથકમાં ૭.૬૯ ટકા ,ઉત્તર ગુજરાત પંથક માં ૧૦.૪૫ ટકા,પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તાર માં ૧૦.૪૯ ટકા, સૌરાષ્ટ્ર માં ૧૬.૨૩ ટકા તથા દક્ષિણ ગુજરાત પંથક માં ૧૮.૫૦ ટકા  આ લખાય રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૧૧ કલાકે દક્ષિણ ગુજરાત પંથક ના કેટલાક વિસ્તારો માં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે.

(1:45 pm IST)