Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ચોમાસામાં પ્રવાસન અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવાનો ઉત્તમ અવસર

SVPI એરપોર્ટ ખાતેથી ચોમાસુ પ્રવાસન માટે ફલાઇટ્સની ઉત્તમ વ્યવસ્થા

અમદાવાદ : વરસાદની સાથે પ્રવાસનનો આનંદ માણવા ઈચ્છતા લોકો અમદાવાદના SVPI એરપોર્ટ પરથી દેશભરના વિવિધ મોન્સૂન ડેસ્ટીનેશનની મુલાકાત લઈ શકે છે. આ ચોમાસામાં પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક સ્થળોને જોડતી ફલાઈટ્સનો લાભ લઈ શકે છે. ચોમાસામાં પ્રવાસન માટે ભારતમાં અનેક ઉત્ત્।મ સ્થળો આવેલા છે, સહેલાણીઓ આવા સ્થળો પર સરળતાથી જઈ શકે તેવી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે. SVPI પર વિવિધ એરપોર્ટ્સની મુલાકાત લઈ શકાય તેવા સુંદર સ્થળોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમકે અમદાવાદથી ગુવાહાટી વાયા પટના જતી દૈનિક વન-સ્ટોપ ફલાઈટ છે. ગુવાહાટીથી, અરૃણાચલ પ્રદેશમાં તેજુ અને પાસીઘાટ સુધીની ફલાઈટ્સ છે. જો તમે શિલોંગનો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો, તો તમે આ રૃટ પસંદ કરી શકો છો કારણ કે ગુવાહાટી અને શિલોંગ વચ્ચેનું અંતર ૧૦૦ કિમી છે અને મુસાફરીનો સમય ત્રણ કલાકનો છે.

ચોમાસામાં રંગબેરંગી ફૂલોની પ્રાકૃતિક સજાવટનો આનંદ માણવા ઈચ્છતા પ્રવાસીઓ માટે કાસ સ્થિત ફૂલોની ખીણનો પ્રવાસ પણ હાથવગો બનાવાયો છે. પ્રવાસીઓ અમદાવાદથી પુણેની સીધી ફલાઇટનો વિકલ્પ પસંદ કરી શકે છે. પુણેથી કાસ માત્ર ૨ કલાકના અંતરે છે. તદુપરાંત લોનાવાલા, અલીબાગ અને માલશેજ ઘાટ જેવા મુંબઈ નજીકના તમારા મનપસંદ મોનસૂન ડેસ્ટીનેશન સુધી પહોંચવા SVPI એરપોર્ટ મુંબઈ સાથે સુપેરે જોડાયેલું છે. ગોવા અને બાગડોગરા માટે નોન-સ્ટોપ ડેઈલી ફલાઈટ્સ પણ ઉપલબ્ઘ છે, વળી ધર્મશાલા, દેહરાદૂન, જયપુર અને ઉદયપુર માટે પણ વન-સ્ટોપ ડેઈલી ફલાઈટ્સ અને બીજી ઘણી બધી ફલાઈટ્સ પણ ઉપલબ્ધ હોવાનું તેમજ અદાણી એરપોર્ટ્સ પર ટ્રાફિક ફલોમાં વધારો થતા વધારાની ફલાઇટ ફ્રીકવન્સીઝ ઉભી કરાશે, અને વધારાના ટ્રાફિકને સુરક્ષિત કરવા વિવિધ એરલાઇન્સ સાથે ભાગીદારી પણ કરવામાં આવશે તેમ અંતમાં જણાવાયું છે.

(3:46 pm IST)