Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા : વિકાસની ગૌરવગાથા ગામેગામ અને લોકહિતની યોજનાઓ જન-જન સુધી પહોંચશે :આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ કાલે 05 જુલાઇના સાંજે 05 કલાકે જોરણંગથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરાવશે

વિકાસના પખવાડીયામાં 169 કામોનું લોકાર્પણ અને 104 નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત થશે જિલ્લામાં વિવિધ યોજનાઓના 12019 લાભાર્થીઓને રૂપિયા 12720.23 લાખના સહાય,હુકમનું વિતરણ

રાજકોટ તા.૪ :   ગુજરાતના ૨૦ વર્ષના પુરુષાર્થને, ૨૦ વર્ષના વિશ્વાસને, ૨૦ વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી વાકેફ કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરાયું છે. મહેસાણા જિલ્લામાં તારીખ ૫ જુલાઈથી તારીખ ૧૯ જુલાઈ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે વિકાસ રથ ગામેગામ ફરી જનજન સુધી પહોંચશે.

    મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ૫ મી જુલાઈએ સાંજે ૫.૦૦ વાગ્યે  મહેસાણા તાલુકાના જોરણંગ ગામેથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરાવનાર છે.
   ગુજરાતે ૨૦ વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે. અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું હતું ત્યારથી ગુજરાતે સિદ્ધિઓના નવા શિખરો સર કર્યા છે. ગુજરાતની આ વિકાસયાત્રાને ગામેગામ લઈ જવાની સાથો સાથ લોકોને મળતા લાભો ગામેગામ જઈને પહોંચાડવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં લોકહિતની વિવિધ યોજનાઓના  12,019 લાભાર્થીઓને રૂપિયા 12720.23 લાખના  વિવિઘ સહાયના લાભો ઘર આંગણે જઈને અપાશે. એટલું જ નહીં, વંદે ગુજરાત વિકાસયાત્રાના ૧૫ દિવસ દરમિયાન મહેસાણા જિલ્લામાં રૂપિયા 347.99 લાખના 169 કામોનું લોકાર્પણ અને રૂપિયા 158.61 કરોડના 104 નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.
જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બે રથ અને શહેરી વિસ્તારમાં એક રથ પરિભ્રમણ કરશે. મહેસાણા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ તો કરશે જ, સાથોસાથ ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે.
મહેસાણા જિલ્લામાં ત્રણ રથ વિવિધ ગામો અને શહેરોમાં પરીભ્રમણ કરી નાગરિકોને જાગૃત કરનાર છે.આ 15 દિવસોમાં સવારે 09-30 કલાકથી 11-30 કલાક તેમજ સાંજે 04-30 થી 06-30 કલાક ગામમાં પરીભ્રમણ કરનાર છે.આ ઉપરાંત જે ગામમાં રથ આવનાર છે તેના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા સવારે 07 કલાકે પ્રભાતફેરી,આરોગ્ય વિભાગ દ્વારા સવારે 08 કલાકે યોગાભ્યાસ અને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સવારે 08-30 કલાકે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
  આ ઉપરાંત વિકાસ રથના કાર્યક્રમના દિવસે બપોરે 01 કલાકથી 04 કલાક સુધી આયુષ્યમાન ભારત પી.એમ.જે..વાય કાર્ડ વિતરણ,કે.વાય.સી અપડેટ,તેમજ નિરામય ગુજરાત આરોગ્ય કેમ્પનુ આયોજન થનાર છે.આ દિવસે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિરણ,હુકમ વિતરણ,પ્રમાણપત્ર,સનદ અને કિટ વિતરણનું આયોજન કરાયું છે.
આ પ્રંસગે નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમીબેન,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત જિલ્લા,તાલુકા અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(4:30 pm IST)