Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુરત:કતારગામમાં જીમમાં કસરતના બદલે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 7 રત્નકલાકાર સહીત અન્ય 10 લોકોને જેલ હવાલે કર્યા

સુરત: કતારગામ પોલીસે રવિવારે રાત્રે કતારગામ બિઝનેસ ફેરના ચોથા માળે મેસોમોર્ફ જીમમાં રેઈડ કરી ત્યાં કસરત કરવાને બદલે જુગાર રમતા 7 રત્નકલાકાર સહિત 10 ને ઝડપી પાડી રોકડા રૂ.77,030 અને 11 મોબાઈલ ફોન મળી કુલ રૂ.3.93 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે રવિવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં કતારગામ બિઝનેસ ફેરના ચોથા માળે મેસોમોર્ફ જીમમાં રેઈડ કરી હતી. પોલીસને ત્યાં કેટલાક લોકો કસરત કરવાને બદલે ત્યાં ચાદર પાથરી જુગાર રમતા મળ્યા હતા. પોલીસે ત્યાં જુગાર રમતા 7 રત્નકલાકાર સહિત 10 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.77,030 અને રૂ.3.16 લાખની મત્તાના 11 મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,93,030 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(4:51 pm IST)