Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વરસાદમાં કરંટ લાગતા સુરતના પાંડેસરાના આધેડનું કમકમાટીભર્યું મોત

સુરત: શહેરમાં વરસાદ વરસી રહ્યો હોવાથી કરંટ લાગવા અને ઇલેકટ્રીક શોર્ટ સર્કિટ બનાવમાં વધારો થઇ રહ્યો છે. જોકે પાંડેસરામાં આજે સવારે મોટરના લીધે આધેડને કરંટ લાગતા મોત થયુ હતુ.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં વડોદગામમાં શાસ્ત્રીનગરમાં રહેતા ૫૦ વર્ષીય મનોજ ઇન્દ્રદેવ પાસવાન આજે સવારે ઘરે પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા. તે સમયે વરસાદના લીધે તેમને ઇલેકટ્રીક કરંટ લાગતા બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે મુળ બિહારના ઓરંગાબાદનો વતની હતા. તે કંપનીમાં નોકરી કરતા હતા. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત શહેરમાં આજે દિવસ દરમિયાન ઇલેકટ્રીક શોર્ટ સર્કિટના ચાર બનાવ બન્યા હતા. જેમાં પુણામાં વોસીંગ મશીનમાં, વેસુ વી.આઇ.પી રોડ પર મીટર પેટીમાં, પુણાગામમાં મીટર પેટીમાં, ચોકબજારમાં થાંભલના મીટરમાં શોર્ટ સર્કિટ થતા ફાયરજવાનો પહોચ્યા હતા.

(4:51 pm IST)