Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે, પહેલા લોકો પાસે વિકલ્પ નહોતો. અહીંની જનતા ભાજપની નારાજ છે: અરવિંદ કેજરીવાલ

કેજરીવાલે રમ્યું ફ્રી વીજળીનું કાર્ડ: ગુજરાતમાં બે દિવસય જનસંવાદ

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ બાદ હવે અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. જેઓ તેમને ગઈકાલે નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં ગુજરાતના સંગઠનના 7500 પદાધિકારીઓને શપથ લેવડાવ્યા. ત્યારબાદ આજે 4 જુલાઈના રોજ સવારના 11 વાગ્યે વીજળીના મુદ્દે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ હવે અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.
ગઈકાલે રવિવારે અમદાવાદના નરોડામાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો. આમ આદમી પાર્ટીના પક્ષનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં આપના રાષ્ટ્રીય નેતા ઇસુદાન ગઢવી સહિત ઘણાં નેતાઓને મોટી જવાબદારી સોંપાઇ હતી. આ અંગે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, 'ગુજરાતના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે આજે ગુજરાત આવી રહ્યાં છે. જેમાં હાલમાં 6000થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 27 વર્ષોથી ગુજરાતમાં ભાજપથી લોકો હેરાન અને ત્રાસી ગયા છે, પહેલા પણ કોંગ્રેસ લોકોએ ભરોસો મુક્યો વોટ આપ્યા તેમ છતાં તેઓ સરકાર બનાવી શકી ન હતી. અરવિંદ કેજરીવાલે ગુજરાતને લગતી જે કંઇ પણ મહત્વની સમસ્યા હોય જેમ કે, આદિવાસી સમાજની સમસ્યા હોય કે પછી ખેડૂતોની સમસ્યા હોય કે પછી ગરીબ લોકોની સમસ્યા હોય. તમામ સમસ્યાઓ પર ચર્ચાઓ કરી હતી. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. હું તમને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી પહેલી ચૂંટણી લડે છે. ગુજરાતના નેતાઓ વીજળી કે તમારા મુદા પર ચર્ચા કરી? અમે દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું.
આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યુ હતું કે, ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે. પહેલા લોકો પાસે વિકલ્પ નહોતો. અહીંની જનતા ભાજપની નારાજ છે. તેમણે કહ્યું કે, ભાજપના નારાજ લોકો આપને મત આપે તે માટે મહેનત કરવાની છે.

(5:08 pm IST)