Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વિરમગામ વિધાનસભા અંતર્ગત શાહપુર જિલ્લા પંચાયતમાં વિધાનસભાના વિસ્તારક નટવરભાઈ પટેલનો પ્રવાસ થયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ વિધાનસભા અંતર્ગત શાહપુર જિલ્લા પંચાયતમાં વિધાનસભાના વિસ્તારક નટવરભાઈ પટેલનો પ્રવાસ થયો હતો. જેમાં  શાહપુર શક્તિકેન્દ્ર, વેકરિયા શક્તિકેન્દ્ર, કાયલા શક્તિ કેન્દ્ર, જેતાપુર શક્તિકેન્દ્રમાં શક્તિકેન્દ્ર ઈન્ચાર્જ, પ્રભારી,બૂથ પ્રમુખ,BLA 2,સામાજિક કાર્યકરો સાથે બેઠક કરી.

 આ બેઠકમાં આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખી ચર્ચાઓ  કરવામાં આવી હતી.આ પ્રવાસમાં વિસ્તારક  નટવરભાઈ પટેલ, ભાજપ પ્રમુખ કિરિટસિંહ ગોહીલ, મહામંત્રી  રમેશભાઈ કોળી પટેલ સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : રસીક કોળી પટેલ - રૂપાવટી)

(6:58 pm IST)