Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દેવમોગરા દુકાનમાંથી સ્કૂલ બેગમાં બીયરના ટીન મળતા મહિલા સામે ગુનો દાખલ કરતી જિલ્લા LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા એલસીબી પોલીસ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવુત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરતું આવ્યું છે જેમાં જિલ્લાના દેવમોગરા ગામમાં આવેલી એક દુકાનમાં બીયરના ટીન પકડી મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો
મળતી માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે દેવમોગરા ગામમાં ખુલ્લી દુકાન ચલાવતા સોનીબેન રાયસીંગભાઇ વસાવા નાઓ દુકાનમાં રેડ કરતા ત્યાંથી l બિયર ટીન નંગ -૭ , કિ.રૂ .૭૦૦નો પ્રોહી.નો મુદ્દામાલ રાખી સ્થળ પર હાજર નહી મળી આવી ગુનો કરતાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી મહિલા સામે ગુનો દાખલ કર્યો છે.

(10:47 pm IST)