Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

LRD વેઇટિંગનું લિસ્ટ જાહેર કરવા મામલે ફરી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવા જાહેરાત

મંગળવારથી આંદોલનકારીઓ ધરણાં પ્રદર્શન યોજશે; પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી

અમદાવાદ : 2018ની LRD ભરતીના ઉમેદવારો હવે આકરા પાણીએ છે. LRD મુદ્દે ફરીવાર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.વેઈટિંગની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં આજથી આંદોલન જાહેરાત કરવામાં આવી છે 5 જુલાઇને મંગળવારથી આંદોલનકારીઓ ધરણાં પ્રદર્શન યોજશે ત્યારે મહત્વનું છે કે 19 જુનના રોજ હર્ષ સંઘવીની રાજકોટ મુલાકાત વખતે મીડિયાકર્મીઓએ LRD વેઇટિંગનું લિસ્ટ ક્યારે બહાર પડાશે તેવો સવાલ કર્યો હતો જેના જવાબમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ LRD વેઇટિંગનું લિસ્ટ જાહેર થશે. ભૂપેન્દ્ર ભાઈ પટેલ સરકાર યુવાનોને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખી છે. આ બાબતે પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. જે બાદ હવે થોડા જ સમયમાં  LRD 2018નું વેઇટિંગ લિસ્ટ જાહેર કરી તાત્કાલિકના ધોરણે જે જગ્યાઓ ખાલી છે તે ભરી દેવામાં આવશે. પણ LRD ભરતીનું પણ પરિણામ આવી જતા કોઈ સળવળાટ ન દેખાતા હવે ફરી આંદોલનનો રસ્તો પકડ્યો છે.

,22 એપ્રિલના રોજ વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે એલઆરડીના પરીક્ષાર્થીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી.અને વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ અપનાવી  20 ટકા વેઈટીંગ લિસ્ટને રી ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનિય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.

(12:19 am IST)