Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ડીસાના ભીલડીની સરકારી હોસ્પિટલના પરિસરમાં વરસાદી પાણી ભરાયા : એમ્બ્યુલન્સ અટવાઈ : દર્દીઓને ભારે હાલાકી

સુરતનુ સિવિલ હોસ્પિટલ પરિસર પણ તળાવમાં પરિવર્તિત થયું

ડીસાના ભીલડીની સરકારી હોસ્પિટલના પટાંગણમાં વરસાદી પાણી ભરાઈ જતા હોવાથી દર્દીઓ અને મુલાકાતીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ભીલડીની હોસ્પિટલ બહાર પાણી ભરાયા હોવાથી પાણીને કારણે એમ્બ્યુલન્સ અટવાઈ હતી.બીજી બાજુ સુરતનુ સિવિલ હોસ્પિટલ પરિસર પણ તળાવમાં પરિવર્તિત થયું હતું. આમ દર્દીઓની સેવા કરતી હોસ્પિટલ જ બીમાર હોવાથી લોકોમાં હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઊભા થયા છે

  ભીલડીના CHC સેન્ટર આગળ પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓને હોસ્પિટલમાંથી સ્ટેચરમાં રોડ પર લાવવાની ફરજ પડી હતી. તો બીજી તરફ સુરતનુ સિવિલ પરિસર પણ તળાવમાં પરિવર્તીત થઈ ગયુ છે. વરસાદનુ પાણી હોસ્પિટલમાં ભરાઈ જતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં ટ્રોમા સેન્ટર સહિતની જગ્યાએ પાણી ભરાયુ હતુ. હોસ્પિટલમાં પાણી ભરાઈ જતાં શાસન-પ્રશાસનના લોકોને શરમમાં મુકાવા જેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.

(12:30 am IST)