Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રાજપીપલા મચ્છીમાર્કેટમાં એક આધેડ મૃત હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા મચ્છી માર્કેટ પાસે એક આધેડ ઉંમરના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે
  મળતી માહિતી મુજબ રાજપીપલા મચ્છીમાર્કેટ પાસે એક અજાણ્યો ભીખારી પુરૂષ ઉ.વ.આશરે ૬૫ વિકલાંગ હોય અને ભીખ માંગીને ખાતો હતો જેતા.૦૨/૦૮/૨૦૨૧ ના સવારે ૦૭/૦૦ વાગ્યાના પહેલા કોઈ પણ સમયે ઠંડીના કારણે તેમજ કોઈ બીમારીના કારણે મૃત હાલતમાં મળી આવતા સોનુભાઈ બજરંગભાઈ કહાર, રાજપીપલા મચ્છીમાર્કેટ નાઓએ રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:32 pm IST)