Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પંચમહાલમાં રેતી ખનનના નેટવર્કનો પર્દાફાશ : 16 ટ્રેકટર સહીત 80 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે કર્યો જપ્ત

ઘૂસરની ગોમા નદીમાં ઝડપાયું રેતી ખનન : બધાજ ટ્રેકટર મોટા ભાગે રજિસ્ટ્રેશન નંબર વગરના ! : રેડ સમયે સ્થળ પર અફરાતફરી

પંચમહાલ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીયા અવાર નવાર ભૂમાફિયાઓનો આતંક સામે આવતો રહેતો હોય છે. ત્યારે વધુંમાં ફરી વખત અહીયા ઘૂસરની ગોમા નદીમાં રેતી ખનન ઝડપાયું છે. અહીયા ગેરકાયેદસર રેતી ખનન 16  જેટલા ટ્રેકટરો મળી આવ્યા છે.

  ઝડપાયેલા મુદ્દામાલની કુલ કિંમત 80 લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે જે પણ ટ્રેકટરો મળી આવ્યા છે. તે બધાજ ટ્રેકટર મોટા ભાગે રજિસ્ટ્રેશન નંબર વગરના છે. જેથી તે મામલે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

  જોકે જે સમયે પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે તેમને જોઈને ભૂ માફિયાઓ દોટ પકડીને ભાગ્યા હતા આ અફરા તફરની માહોલમાં કેટલાક ટ્રેકટરો પણ ઉંઘા પડી ગયા હતા. જોકે ઝડપાયેલા તમામ ટ્રેકટરોને વેજલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. જ્યા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

(1:10 pm IST)