Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મહેમદાવાદના પોળ વિસ્તારમાં બારેમાસ વહેતા પાણીથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી

મહેમદાવાદ:શહેરમાં આવેલ પોળવિસ્તારમાં બારેમાસ વહેતા પાણીથી સ્થાનિક નાગરિકો મૂશ્કેલીમાં મૂકાયા છે.આ સમસ્યા અંગે સ્થાનિક નાગરિકોએ ચીફઓફિસરને પત્ર પાઠવી સમસ્યા હલ કરવા વિનંતી કરી છે. મહેમદાવાદ શહેરમાં આવેલ પંડયા પોળ અને દેસાઇ પોળ જવાના રસ્તાઓ પર બારેમાસ ગટરના પાણી વહ્યા કરે છે. આ અંગે સ્થાનિક નાગરિકોએ લખેલ અરજી પ્રમાણે આ વિસ્તારમાં ગટર ઉભરાવવાના કારણે પાણીના ખાબોચિયા ભરાઇ રહે છે.જેના કારણે મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ થતા સ્થાનિક નાગરિકોના આરોગ્ય અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય તેમ છે.વળી અહી આવેલ મંદિરોમાં અનેક દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે તેમને મંદિર જવામાં તકલીફો વેઠવી પડતી હોવાનુ પણ ઉમેર્યુ છે.આ અંગે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ છતા કોઇ સમસ્યાનુ નિરાકરણ ન આવતુ હોવાનુ પણ જણાવ્યુ છે. આ અંગે ત્વરીત પગલા લઇ વહેતા પાણી બંધ કરી દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી છે.

(5:39 pm IST)