Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વડોદરા:વતનમાં બેન્ક મેનેજરની નોકરી મેળવવા માટે યુવતીની બાયોડેટા સાથે છેતરપિંડી આચરતી 24 હજાર ચાઉં કરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: વતનમાં બેન્ક મેનેજરની નોકરી મેળવવા માટે ઇન્ડિડ નામની વેબસાઇટ  પર પોતાનો બાયોડેટા મુકનાર બેન્ક મેનેજર યુવતી ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકીની જાળમાં ફસાઇ હતી.૨૪ હજાર ગુમાવનાર યુવતીએ આ અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ એમ.પી.ની અને હાલમાં ઓલ્ડ પાદરા રોડ પર નંદ સોસાયટીમાં  રહેતા સ્વાતિબેન મનોજસીંગ તોમર આઇ.સી.આઇ.સી.આઇ.બેન્કની ગોત્રી બ્રાંચમાં  નોકરી કરે છે.સ્વાતિબેને જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,ઇન્દોરની એક્સીસ બેન્કમાં મારૃં એકાઉન્ટ છે.અઠવાડિયા અગાઉ હું આઇ.સી.આઇ.સી.આઇ.બેન્ક કારેલીબાગમાં નોકરી કરતી હતી.મારે મારા મૂળ વતન ઇન્દોર ખાતે નોકરી કરવી હોય મેં વેબસાઇટ પર મારો બાયોડેટા એક વર્ષ પહેલા મુક્યો હતો.ત્યારબાદ મને એક મોબાઇલ નંબર પરથી તા.૧૬-૦૬-૨૦૨૧ ના રોજ કોલ આવ્યો હતો.સામેથી એક યુવતી વાત કરતી હતી.તેણે પોતાનું નામ અંકિતા શર્મા હોવાનું જણાવી કહ્યું હતું કે,તમે ઇન્ડિડ વેબસાઇટ  પર નોકરી મેળવવા માટે તમારો બાયોડેટા અને રિઝ્યુમ અપલોડ કર્યો છે.અને તમારૃં સિલેક્શન થયું છે.ઇન્દોર ખાતે એચ.ડી.એફ.સી.બેન્કમાં મેનેજરની પોસ્ટની વેકેન્સી છે.જો તમે તૈયાર હોવ તો આગળની પ્રોસેસ શરૃ કરીએ.જેથી,મેં હા પાડી હતી.અંકિતાએ મને કહ્યું હતું કે,તમારે પ્રવેશ  ટેસ્ટ માટે ૧,૮૦૦ રૃપિયા ભરવા પડશે.તેણે મોકલેલા એકાઉન્ટમાં મેં ૧,૮૦૦ રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારબાદ મારા મેઇલ પર પ્રવેશ પરીક્ષા માટેની લિંક મોકલી હતી.અને આ પરીક્ષા પાસ કરીને જાણ કરવા અંકિતાએ મને કહ્યું હતું.મેં આ પરીક્ષા પાસ કરીને અંકિતાને જાણ કરી  હતી.અંકિતાએ મને કહ્યું હતું કે,ઓફર લેટર માટે ૬,૫૦૦ રૃપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારબાદ મારા મેઇલ પર ઓફર લેટર મોકલ્યો હતો.ઓનલાઇન  ટ્રેનિંગના નામે ૧૫,૯૦૦ રૃપિયા ટ્રાન્સફર કર્યા  હતા.ત્યારબાદ વધુ રૃપિયા ૨૫,૯૦૦ ની માંગણી કરી હતી.મને શંકા જતા મારા મિત્રો મારફતે ખાત્રી કરતા જાણ થઇ  હતી કે,કોઇપણ એજન્સી આ   રીતે રૃપિયાની માંગણી કરતી નથી.મારી સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગતા મેં અંકિતા પાસે પરત રૃપિયાની માંગણી કરતા તેણે મેઇલ કરીને એપ્લિકેશન કરવા કહ્યું હતુ.મેં એપ્લિકેશન મોકલી દીધી હતી.તેમછતાંય,મારા એકાઉન્ટમાં રૃપિયા જમા થયા નહતા.અને અંકિતાએ મારો ફોન લેવાનું બંધ કરી દીધુ હતું.ઉલ્લેખનીય છે કે,આ રીતે છેતરપિંડી કરતી ટોળકીની જાળમાં ફસાઇને રૃપિયા ગુમાવનાર વધુ લોકો મળી આવે તેવી શક્યતા છે.

(5:48 pm IST)