Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વલસાડમાં ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પકડાવવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો:NCBનું ઓપરેશન 4.5કિલો એમ.ડી.ડ્રગ્સ અને 85 લાખ રોકડા સાથે ફેક્ટરી ઝડપાઈ

વલસાડ જિલ્લામાં રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. 4.5 કિલો એમ.ડી ડ્રગ્સની સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે વ્યક્તિઓની ધરપકડ ફોટો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડમાં આ કિસ્સા એ ભારે ચર્ચા જગાવી છે વલસાડ જેવા જિલ્લા માં આ કેશ લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતો ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણના વિરોધ મોટું સૌથી ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના પારડી ગામે કરવામાં આવેલી આ રેડ 20 કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

વલસાડ જિલ્લામાં રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. 4.5 કિલો એમ.ડી ડ્રગ્સની સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના જુદા જુદા ઠેકાણા પર રેડ દરમિયાન 85 લાખ રૂપિયા રોકડ પણ મળી આવ્યું હતું. જે આ ડ્રગ્સના વેચાણથી થયેલી આવક હોવાનું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોનું માનવું છે. ડ્રેગ્સના રેકેડ પર દરોડા માટે નાર્કોટિક્સની ટીમ ઘણા દિવસોથી આરોપીઓ પર નજર રાખી રહી હતી.રાજ્યમાં પહેલીવાર આ પ્રકારના ડ્રગ્સનું મેન્ચુફેક્ચરિંગ યુનિટ પકડાયું છે.

   સાથે જ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ તથા રોકડ રકમ જર્ત કરાઈ છે. NCBની ટીમ હવે આ મામલે વધુ તપાસ કરશે અને ગેરકાયદેસર MD ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. મોટી સંખ્યામાં ડ્રગ્સનું રેકેડ મળતા આ મામલે હવે આખી લિંક સામે આવી શકે છે. મેફેડ્રોન ડ્રગ્સનું સેવન કરનારા લોકોમાં વધુ લોકપ્રિય હોય છે.NCBની રેડમાં પકડાયેલા ડ્રગ્સના આરોપીઓમાંથી એક પ્રકાશ પટેલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતો હતો. જ્યારે સોનું રામ નિવાસ આ ડ્રગ્સનું માર્કેટિંગ કરીને તેનું વેચાણ કરતો હતો. નોંધનીય છે કે, ડ્રગ્સ રાખવાના ગુનામાં NDPS એક્ટ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા તથા 2 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

(7:55 pm IST)