Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ફેમસ થવા માટે યુવતીનો બંદૂક સાથેનો વીડિયો વાયરલ

સુરતનો વીડિયો વાયરલ થયો : યુવતીએ પોતાને ડોન સાબિત કરવા માટે અલગ-અલગ વીડિયોમાં ડોનગીરી કરતી હોય તેવા વીડિયો બનાવ્યા

સુરત,તા.૪ : સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવા માટે યુવાનો ખાસ અલગ અલગ વેબસાઇટો પર વીડિયો બનાવીને અપલોડ કરે છે. જોકે ક્યારેક વીડિયોના કારણે વિવાદ પણ થતો હોય છે. સુરતમાં ૪૬ પટેલ નામની એક યુવતીએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બંદૂક સાથે ફોટો અને દાદાગીરીની છબી ધરાવતા વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતા. જોકે આ વીડિયો વાયરલ થતાં હવે આ યુવતી વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયા સામાન્ય લોકો માટે એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું છે. જોકે ક્યારેક તેના કારણે વિવાદ પણ થાય છે. આજના યુવાનો સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થવા માટે અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવીને વાયરલ કરતા હોય છે. સુરતની યુવતીએ પોતાના અસંખ્ય વીડિયો બનાવી આ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે.

        આ યુવતીએ સુરતનો ડુમસ દરિયાકિનારો હોય કે તાપી નદીનો કિનારો તમામ જગ્યા ઉપર પોતાની સાથે બંદૂક રાખીને અનેક વીડિયો બનાવ્યા છે. જેના કારણે વિવાદમાં ફસાઇ છે. ડોનની છબી બનાવવા માટે વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હોય તેવી વાતો પણ વહેતી થઈ છે. જોકે બંદૂક એવું સાધન છે કે જેને રાખવું ગેરકાયદેસર છે. ત્યારે આ યુવતીએ પોતાને ડોન સાબિત કરવા માટે અલગ-અલગ વીડિયોમાં ડોન ગીરી કરતા હોય તેવા વીડિયો બનાવ્યા છે. પ્રતિબંધ હોવા છતાં તમામ વીડિયોમાં યુવતી પાસે બંદૂક દેખાય છે. જેથી આ યુવતી વિવાદમાં આવી છે. તેની પાસે રહેલ હથિયાર ખરેખર સાચી બંદૂક છે કે રમકડું છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતીએ રાતોરાત ફેમસ થવા માટે વીડિયો બનાવ્યા છે. આ વીડિયો વાયરલ થતાં હવે આ યુવતી વિવાદોમાં સપડાઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ આ યુવતી પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે.

(8:57 pm IST)