Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પત્નીના જન્મદિને લાચાર દાદાજીને એક મહિનાનું રેશન અપાવી ખુશી વ્યક્ત કરતું ગામકુવા ગામનું દંપતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકના ગામકુવા ગામના દંપતીએ પત્નીની વર્ષગાંઠમાં ખોટા ખર્ચ ન કરી એક જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિને રેશન આપી ખુશી વ્યકત કરી હતી.

  ગામકુવા ગામમાં રહેતા અને શુભ પ્રસંગ કે તહેવારોના દિવસોમાં લોકોને મદદરૂપ બનતા અતુલભાઈ વસાવાએ અગાઉ ઘણા સેવકાર્યો કરી માનવતાના દર્શન કરાવ્યા હતા ત્યારે આજરોજ તેમના ધર્મપત્ની ચંદ્રિકાબેનનો જન્મ દિવસ હોવાથી આ દંપતીએ કાકડવા ગામના 75 વર્ષીય એકલા રહેત અને લાકડીના ટેકે ચાલતા દાદાજીની આર્થિક પરિસ્થિતિ જોઈ એક મહિનો ચાલે તેટલું ઘરનું રેશન આપી દાદાજીના આશીર્વાદ મેળવી ખુશી વ્યક્ત કરી હતી

 

(10:03 pm IST)