Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વડિયા જકાતનાકા રોડ પરની મારૂતિધામ સોસાયટીમાંથી 70,000ની એક્ટિવાની ચોરી થતા ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં બાઈક ચોરો વારંવાર ચોરીને અંજામ આપતા જોવા મળે છે પરંતુ પોલીસ ગણતરીના સમયમાં આ વાહન ચોરોને મુદામાલ સાથે ઝબ્બે કરતી હોવા છતાં હજુ વાહન ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં વડિયા નાકા પાસેની સોસાયટી માંથી એક્ટિવા ની ચોરી થતા ફરીયાદ નોંધાઈ છે.
 મળતી માહિતી અનુસાર મનિષાબેન બારીયાભાઇ વસાવા(રહે - મારૂતિધામ સોસાયટી, વડીયા જકાતનાકા રોડ રાજપીપળા )એ આપેલી ફરીયાદ મુજબ ગત તા.30 જુલાઈ ની રાત્રે કોઈ અજાણ્યા ચોરે તેમની એક્ટીવા નં.GJ.22 - N. 1164 ગ્રે કલરની હાલની અંદાજીત બજાર કિ.રૂ.૭૦,૦૦૦  હોય કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(10:04 pm IST)