Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જમાલપુર માર્કેટફરી ક્યારે ધમધમતી થશે ?: માર્કેટ શરૂ કરવાની વેપારીઓ દ્વારા માંગણી

સરકારને રજુઆત કરવા છતા કોઇ જવાબ મળ્યો નથી.

અમદાવાદ જમાલપુર એપીએમસી શાક માર્કેટ ફરી ક્યારે ધમધમતી થશે. આ માર્કેટમાં 159 વેપારીઓ વેપાર કરે છે.એક સમયે મોટી સંખ્યામા આ માર્કેટમાં લોકો આવતા હતા.પરંતુ કોરોનાના ગ્રહણને કારણે આ માર્કેટ સુમસામ લાગી રહી છે. સરકાર દ્વારા હજુ માર્કેટ ચાલુ કરવા પરવાનગી આપવામા આવી નથી. વેપારીઓ અત્યાર સુધી રોડ પર બેસી ધંધો કરતા હતા. પરંતુ બે દિવસથી લાંભા પાસે એપીએમસીના ખુ્લ્લા મેદાનમા જગ્યા ફાળવવામા આવી છે. જ્યા તેઓ વેપાર કરી રહ્યા છે

 . જોકે વેપારીઓનું કહેવુ છેકે જે જગ્યા આપવામા આવી છે ત્યાં પ્રાથમીક સુવિધાનો નથી. અમદાવાદ શહેરમા કાલુપુર શાકમાર્કેટ, રતનપોળ, ઢાલગરવાડ જેવા માર્કેટ ખુલી ગયા હોય પાર્કસ -ગાર્ડન ચાલુ કરવાના હોય તો શા માટે જમાલપુર એ પીએમસીને મંજુરી આપવામા આવતી નથી.આ અંગે મુખ્યમંત્રી-ગૃહમંત્રી ને રજુઆત કરવામા આવી છે. કોરોના સંક્રમણ વધતા એપ્રિલ માસમાં આ માર્કેટ બંધ કરવામા આવ્યુ અને જેતલપુર ખસેડવામા આવ્યુ. પરંતુ ત્યાં પણ ભીડ થતા થોડા દિવસમા બંધ કરી દેવામા આવ્યુ હતુ. આમ એપ્રિલ માસથી બંધ માર્કેટ ચાલુ થાય તેની રાહ જોવાઇ રહી છે.

અમદાવાદમાં શાકભાજીનો મોટાભાગનો સપ્લાય જમાલપુર માર્કેટથી આવે છે, રોજનો 13થી 18 હજાર ક્વિન્ટલનો વેપાર થાય છે. આ સંજોગોમાં જમાલપુર શાક માર્કેટ બંધ રહેવાને કારણે શાકભાજીના ભાવ પણ આસમાને ગયા છે

(11:43 pm IST)