Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અમદાવાદ ગ્રામ્ય ના બાવળા એ.પી.એમ.સી માર્કેટ પાછળના ગોડાઉન સહિત બે સ્થળેથી નશાયુક્ત શિરપ ના અધધધ ૪૯૭૨ બોક્સ ઝડપાયા

સ્ટેટ મોનીટરીંગ સેલ ને મળેલ બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના અધિકારીઓને સાથે રાખી સફળ દરોડો : કુલ રૂ. ૫.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ગાંધીનગર : સ્ટેટ મોનીટરીંગ સેલને નાશયુકત સીરપ ની બોટલો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મૉટે પાયે વેચાતી હોવાની મળેલ બાતમીને આધારે બાવળા સહિત બે જગ્યા એ દરોડો પડી મોટા જથ્થામાં સીરાપની બોટલો કબ્જે કરી છે.

        સ્ટેટ મોનીટરીંગ સેલના અધીકારીશ્રીને હકીકત મળેલ કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાનાં બાવળા તાલુકાનાં ચિયાડા ગામનો કિરણસિહ જીતેન્દ્રસિહ ચૌહાણ રહે, ચિયાડાનો ગેરકાયદેસર રીતે વગર પાસ-પરમીટે અમુક પ્રકારની નશાકારક SYRUP વેચાણ કરે છે. તે હકિકત આધારે ગઈકાલ તારીખ-02/09/2020 ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીશ્રીએ ટીમના

        માણસો સાથે તપાસ કરતાં, કિરણસિહ જીતેન્દ્રસિહ ચૌહાણ, રહે.ચિયાડાનો મળી આવતાં,તેની પુછપરછ દરમ્યાન, એ.પી.એમ.સી.માર્કેટ બાવળાની પાછળ તેના કબજા ભોગવટાનું ગોડાઉન હોવાનું જણાવતાં, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રીને સાથે રાખી સદરી જગ્યાએ જઈ

ગોડાઉન ખોલાવી ચેક કરતાં,પોતાના ગોડાઉનમાં લાયસન્‍સ/પરમીટ વગર CodeinePHOSPHATE યુક્ત raxogent તથા APDVL-T સીરપ ની કુલ-1169 બોટલ, કિ.રૂ.૧,૨૮,૦૦૦/- ની મળી આવેલ તેમજ તપાસ દરમ્યાન અન્ય એક ઈસમ મિહીર સુરેશચંદ્ર પટેલ, રહે.૭,અલકાપુરી, બાવળા જિલ્લો અમદાવાદ ગ્રામ્યનો પણ પોતાના ઘરે નશાકારક 5૫0૫॥નું વેચાણ કરતો હોય અને હાલ તેના ઘરે મોટો જથ્થો બિનઅધિકૃત રીતે રાખેલાની હકિકત મળતાં, સદરીના ઘરે પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રીને સાથે રાખી, તપાસ કરતાં,તેનાં ઘરેથી પણ લાયસન્‍સ/પરમીટ વગર APDLY-Tતથા Lykarex Cough Syrup ની કુલ-૩૭૭૩ બોટલ, કિ.રૂ.૪,૪૪,૦૦૦/- ની મળી આવતાં, બન્ને ઈસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ બાવળા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવવાની તજવીજ કરવામાં આવી રહેલ છે.

           પકડાયેલ આરોપી પૈકી કિરણસિંહ જીતેન્દ્રસિહ ચૌહાણનો બાવળા તાલુકા તેમજ સાણંદ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર રીતે લાયસન્‍સ/પરમીટ વગર આ શિરપનું છટક વેચાણ કરતો હોવાની હકીકત જણાઇ આવેલ છે. સદર પકડાયેલ મિહિર સુરેશચંદ્ર પટેલનો ભાઇ અગાઉ મેડોકલ સ્ટોર્સ ચલાવતો હતો તેના પર અગાઉ આવો કેસ થતા તેનો મેડીકલનું લાયસન્‍સ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે રદ કરી નાંખેલ ત્યારબાદ મિહિરે વગર લાયસનસે તેના ઘરે આવો ગેરકાયદેસર શિરપ વેચવાનો ધંધો શરૂ કરેલ. આ કફ શિરપનો જથ્થો અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આજ પ્રકારના ગુનામાં પકડાયેલ ભરત ચૌધરી નામના ઇસમ પાસેથી મેળવેલ છે.

(8:22 pm IST)