Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અમદાવાદના PUBG પ્લેયરે કાઢી નનામી

15-20 યુવકોના એક ગ્રુપે એપ પ્રતિબંધ થવાથી બેસણું એટલે કે અંતિમ સંસ્કાર આયોજિત કર્યા

અમદાવાદ :કેન્દ્ર સરકારે ચીની એપ પર સ્ટ્રાઈક કરતા ઓનલાઈન ગેમ પબજીના પ્લેયર્સએ નનામી કાઢી છે  મિત્રોની સાથે ઓનલાઈન ગેમ રમનાર પ્લેયર્સ પોતપોતાની રીતે પબજી બેન થવાથી શોક મનાવી રહ્યા છે. એવામાં અમદાવાદમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં 15-20 યુવકોના એક ગ્રુપે એપ પ્રતિબંધ થવાથી બેસણું એટલે કે અંતિમ સંસ્કાર આયોજિત કર્યા છે.

ઓનલાઈન ગેમ પબજી પ્રતિબંધ થવાથી દેશભરના પબજી પ્લેયર્સ શોકમાં છે. અમદાવાદમાં પણ આવા અમુક પ્લેયર્સના ગ્રુપે પબજીની નનામી કાઢવા માટે એક કાર્યક્રમ કર્યો હતો. જેમાં તમામ મિત્રો સફેદ કપડાં પહેરીને આવ્યા હતા અને અગરબત્તી સળગાવીને પબજી માટે ઉંડો શોક પ્રગટ કર્યો હતો.

પબજીના અંત્યેષ્ટિના આ કાયક્રમમાં યુવકો સફેદ કપડાં પહેરીને આવ્યા હતા. તેમણે રીતસરનો પબજી ગેમ પ્રતિબંધ થવાથી શોક મનાવ્યો હતો. ગ્રુપના એક મિત્ર રોશન પટેલે જણાવ્યું કે, અમારા 15-10 મિત્રોનું એક ગ્રુપ છે, જે છેલ્લા સાત મહિનાથી સતત એક સાથે પબજી ગેમની મઝા માણી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, અત્યારે હાલ અમે ઉંડા શોકમાં છીએ. પબજી ગેમ પર પ્રતિબંધની જાહેરાત અમે હજુ સુધી સમજી શકતા નથી કે વિચારી શકતા નથી. અમે પબજી ગેમ પ્રતિબંધિત થવાથી અમે નનામી કાઢવાનો કાર્યક્રમ રાખ્યો હતો.

તેના માટે રોશનના ગ્રુપના તમામ મિત્રો સફેદ કપડાં પહેરીને આવ્યા. તેમણે જણાવ્યું કે, તે લોકોએ પ્રોજેક્ટર રૂપમાં પબજી માટે અંતિમવિધી આયોજિત કરી છે. આ કાર્યક્રમ દરમિયાન બ્રેકગ્રાઉન્ડમાં એક પ્રોજેક્ટર પર પબજીના વીડિયોઝ અને ફોટોઝ ચાલી રહ્યા છે.

(12:33 pm IST)