Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

દિવ્યાંગે સ્વાસ્થ્ય વીમા રક્ષણ માટે નિરામયા હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાનો લાભ લ્યે

૧ લાખ સુધીનું વીમાકવચઃ ૧૦ યોજનાઓ અમલમાઃ દિવ્યાંગ દર્દી કોઈપણ હોસ્પિટલમાં સારવાર લઈ શકે

રાજકોટઃ ભારત સરકારના ન્યાય અને અધિકારિત મંત્રાલય હેઠળનું નેશનલ ટ્રસ્ટ, મેન્ટલી રીટાર્ડેશન (માનસિક ક્ષતિવાળા), સેરેબ્રલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ (સ્વલિનતા), મલ્ટિપલ ડીસેબીલીટીઝ (બહુવિધ વિકલાંગતા) ધરાવતા દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાપ માટે કામ કરતું વૈજ્ઞાનિક મંડળ છે. નેશનલ ટ્રસ્ટ સદર દિવ્યાંગ વ્યકિતઓના ઉત્કર્ષ માટે ૧૦ યોજનાઓનું અમલીકરણ કરી રહેલ છે. જે પૈકી ઉકત ચાર પ્રકારની દિવ્યાંગા ધરાવતા દિવ્યાંગ વ્યકિતઓના સ્વાસ્થ્ય વીમા રક્ષણ માટે નિરામયા હેલ્થ ઈન્સ્યોરન્સ યોજના અમલમાં છે. જેમાં રૂ.૧ લાખ સુધીનું રક્ષણ મળવાપાત્ર થાય છે. જેમાં હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન, ઓ.પી.ડી., દવાઓ અને વાહનવ્યવહાર ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજનામાં લાભાર્થીને કોઈપણ પ્રકારના પૂર્વ તબીબી પરીક્ષા (મેડીકલ ટેસ્ટ)ની જરૂરીયાત રહેતી નથી અને લાભાર્થી કોઈપણ હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે. તેમજ આ યોજના અંતર્ગત દિવ્યાંગ લાભાર્થીેએ ભરવાપાત્ર પ્રિમિયમની રકમ રાજય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

આ યોજનાનો લાભ દિવ્યાંગ વ્યકિત નેશનલ ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ સંસ્થાઓ અથવા સ્ટેટ નોડલ એજન્સી મારફતે લઈ શકશે. આ યોજનાની વિગતો તથા નેશનલ ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ સંસ્થાઓની વિગતો sje.gujarat.gov.in/dsd પરથી મેળવી શકાશે. આ અંગેની વિશેષ જાણકારી કે નિઃશુલ્ક માર્ગદર્શન માટે ભાસ્કરભાઈ પારેખ (મો.૯૪૨૬૩ ૧૭૭૬૩), મિતલ ખેતાણીનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

(12:58 pm IST)