Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

આપણે ગુજરાતની ૧૮ર બેઠકો જીતવાની છે-સંગઠનના

કામમાં લાગી જાવઃ સી.આર.પાટીલ પાટણમાં

તસ્વીરમાં સી.આર.પાટીલ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડે છે.

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા. ૪ : આપણે ગુજરાતની ૧૮ર બેઠકો જીતવાની છે જેથી સંગઠનના કામમાં લાગી જાવ કોઇ પ્રશ્ન હોય તો ''કમલમ''ભાજપ કાર્યાલય ખાતે પહોંચાડજો. તમારી વાત ગુપ્ત રહેશે. અને પ્રશ્ન હલ થઇ જશે. તેમ પાટણના પ્રવાસે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું.

સી.આર.પાટીલે પાટણ ખાતે રાણકીવાવ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી તેમજ જુદી-જુદી પ્રતિમાઓને પુષ્પમાળા અર્પણ કરી હતી. પાટણ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ભવ્ય સ્વાગતમા પાટણના રહીશ અને ગુજરાત ભાજપના મહામંત્રી કે.સી.પટેલ દ્વારા આખાજ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમની મહેનત રંગ લાવી અને અધ્યક્ષનુ સ્વાગત સન્માન પૂર્વક થયું આ કાર રેલીમાં ભાજપના અગ્રણીયો પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, ગોધરનભાઇ ઝડપીયા, કેબીનેટ મંત્રી દીલીપભાઇ ઠાકોર, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી વાસણભાઇ આહીર જીઆઇડીસી.ના ચેરમેન બળવંતસિંહ રાજપુત માજીધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ જીલ્લા પ્રમુખ મોહનલાલ પટેલ, જીલ્લા પ્રભારી મંયક નાયક શહેર પ્રમુખ પાટણ પ્રાંતીના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, સતીષ ઠકકર, હિરાલાલ ઠક્કર, મનોજ પટેલ, શૈલેષ ઠક્કર વિ.રેલીમાં જોડાયા હતા.

(2:56 pm IST)