Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે, મફતમાં ગાંઠીયા ખાઇને મત આપનારાઓની સલાહની મને જરૂર નથીઃ વડોદરાના ભાજપના કોર્પોરેટર ધર્મેશ પંચાલનું નિવેદન

વડોદરા: શહેરમાં વરસાદના કારણે માર્ગોમાં પડેલા ખાડાની ફરિયાદથી કંટાળેલા ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર ધર્મેશ પંચાલે વોટ્સએપ પર એક મતદારને નફ્ફટાઇ પુર્વક જવાબ આપ્યો હતો. જે મેસેજ વાયરલ થયો હતો. કાઉન્સિલરે જણાવ્યું કે, મને વરસાદથી ખાડાના ફોટા મોકલવા નહી કારણ કે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. મફતના ગાંઠીયા ખાઇને મત આપનારાઓની સલાહની મને જરૂર નથી. આ ઉપરાંત મોદીને તો રામ મંદિર, 370 માટે જ તમે મત આપ્યા હતા. જો કે કાઉન્સિલરે પોતાનાં બચાવમાં ક્હયું કે, આ મેસેજ મે કર્યો નથી, પરંતુ મને કોઇએ ફોરવર્ડ કર્યો હતો.

વોર્ડ નંબર-8ના ભાજપના કાઉન્સિલર અને સ્થાયી કમિતીના સભ્ય ધર્મેશ પંચાલે વોટ્સએપ પર ભાજપના ધજાગરા ઉડાવતો મેસેજ મુક્યો છે. મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા મેસેજ મુજબ જાહેર સુચના... મનેવરસાદથી ખરાબ થયેલા ખાડાના ફોટા મોકલવા નહી, કારણ કે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. હું જોવું જ છું. જેમ કે 2014માં રોડ પર ખાડાની જગ્યાએ હીરા મોતી નિકળતા હતા. રસ્તા પર પડેલા ખાડા રોડ રસ્તા માટે મે નરેન્દ્ર મોદીને મત આપ્યો જ નથી. મારૂ લક્ષ્ય શ્રીરામ મંદિર, કાશ્મીર 370 કલમ હટાવવા, સમાન નાગરિક ધારો, આતંકવાદ મુક્ત ભારત, શાંતિ સલામતી અને અખંડ ભારતના નિર્માણ માટે મત આપ્યા હતા. તેનો મને આનંદ અને સંતોષ છે. બાકી મફતમાં ગાંઠીયા ખાઇને સલાહો આપનારા મફતીયાઓની સલાહની જરૂર નથી.

(4:44 pm IST)