Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વડોદરામાં બાપોદ પોલીસે નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂ લઈને જતા કન્ટેનરને અટકાવી બે શખ્સોને ઝડપી પાડ્યા:2લાખ 95 હજારની કિંમતનો જથ્થો ઝડપાયો

વડોદરા: શહેરમાં બાપોદ પોલીસે આજે મળસ્કે નેશનલ હાઈવે પર આવેલ બંધ પેટ્રોલ પંપની આગળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલા કન્ટેનર સાથે બે શખ્સોને ઝડપી પાડી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે 2,95,200 કિંમતનો દારૂનો જથ્થો તેમજ 8 લાખની કિંમતનું કન્ટેનર અને મોબાઇલફોન સહિત 10,95,500 ની મત્તા કબ્જે કરી આરોપીઓની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાપોદ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક કન્ટેનર અમદાવાદ તરફથી સુરત જવાનું છે જેમાં વિદેશી દારૂ ભર્યો છે જે દારૂ વડોદરા એપીએમસી માર્કેટ પાસે એસ્સાર પેટ્રોલ પંપ નેશનલ હાઈવે રોડ ખાતે ખાલી થવાનું છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી માહિતી મુજબનું કન્ટેનર આવતા તેને અટકાવ્યું હતું. જેમાં સવાર બે શખ્સોની પ્રાથમિક પૂછતાછમાં પોતાનું નામ રાજેશ યાદવ તથા વિરેન્દ્ર કુમાર કશ્યપ બંને યુવકો મધ્યપ્રદેશના હોવાનું જણાવ્યું હતું. કન્ટેનરમાં તપાસ કરતા ઘર વખરીના સામાન્ય નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 9 પેટીઓમાંથી રૂપિયા 2,95,200 ની કિંમત ધરાવતી દારૂની 108 બોટલો મળી આવી હતી. દરોડા દરમિયાન પોલીસે 2,95,200 કિંમતનો દારૂનો જથ્થો તેમજ 8 લાખની કિંમતનું કન્ટેનર અને મોબાઇલફોન સહિત 10,95,500 ની મત્તા કબ્જે કરી આરોપીઓની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી.

(6:17 pm IST)