Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વડોદરા: ફેસબુકના માધ્યમથી યુવતી સાથે મિત્રતા કેળવી બે સંતાનના પિતાએ પ્રેમજાળમાં ફસાવી: ગર્ભવતી બનાવી તરછોડી દેતા નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરની યુવતી ને ફેસબુકના માધ્યમથી અમદાવાદના યુવક સાથે પરિચય કેળવવો ભારે પડ્યો છે. અમદાવાદના યુવકે પોતે બે સંતાનનો પિતા હોવા છતાં માહિતી છુપાવી શહેરની યુવતીને માયાજાળમાં લઈ લવ મેરેજ કરી ગર્ભવતી બનાવી 2 લાખ રૂપિયા રોકડા તથા સોના ચાંદીના દાગીના સેરવી લીધા હોવાની ઘટના સામે આવી છે. બનાવમાં હરણી પોલીસે અમદાવાદના પતિ તેની માતા અને પ્રથમ પત્ની વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની વિગત એવી છે કે વડોદરા શહેરના હરણી ગામ માં રહેતી યુવતીને ફેસબુક માધ્યમથી અમદાવાદ શહેરમાં રહેતા ફેનીલ મેવાડા સાથે પરિચય થયો હતો ત્યારબાદ વાતચીત આગળ વધતા ફેનિલે હું કુંવારો છું તેમ જણાવી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2019માં કોર્ટ મેરેજ કર્યા હતા દરમિયાન યુવતી ગર્ભવતી હતી તે દરમિયાન અન્ય એક મહિલા ત્રણ પુરૂષો સાથે આવી પહોંચી હતી અને પ્રથમ પત્નીઊર્વશી બીજી પત્નીને પૂછ્યું હતું કે, તું કોણ છે તેમ કહેતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો

(6:17 pm IST)