Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વડોદરાના માંડવી મહેતાપોળમાં થયેલ ઝઘડામાં છોડાવવા ગયેલ મહિલા પર એક પરિવારનો જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં માંડવી મહેતાપોળમાં થયેલા ઝઘડતા છોકરાઓને છોડાવવા વચ્ચે પડનાર મહિલા પર એક પરિવારે હુમલો કરી માર માર્યો હતો

ગત મોડીરાતે પોણા બે વાગ્યે મહોલ્લામાં કેટલાક છોકરાઓ અંદરો-અંદર ઝઘડો કરતા હતા. જેથી ડિમ્પલબેન મિતલભાઇ ઘીયા તથા અન્ય રહીશો છોકરાઓને છોડાવવા માટે વચ્ચે પડયા હતા. તે દરમિયાન મહેતાપોળમાં રહેતા હિમાશુભાઇ લખતરિયા, અને તેમના પરિવારે ડિમ્પલબેન સાથે ઝઘડો કર્યો હતો કે તમે કેમ છોડાવવા માટે વચ્ચે પડો છો ? લખતરિયા પરિવારના સભ્યોએ ડિમ્પલબેન તથા આરતીબેન ચોક્સીને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ડિમ્પલબેને સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

(6:18 pm IST)