Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સુરત: દેરાસરમાં જઈ રહેલ મહિલાના ગળામાંથી ચેઇન આંચકી બે ગઠિયા છૂમંતર.....

સુરત: શહેરના પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરીયમ નજીક જૈન દેરાસરમાં જઇ રહેલી વૃધ્ધાને દેરાસરના કંમ્પાઉન્ડમાંથી મોંઢા પર રૂમાલ અને હેલમેટ પહેરેલ મોટરસાઇકલ સવાર સ્નેચર ઘસી આવી રૂા. 32,000 કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયો હતો.

પાલ આરોગ્ય કેન્દ્ર સામે અભિનંદન રેસીડન્સીના ફ્લેટ નં. A, 203માં રહેતી વૃધ્ધા કંચનબેન સેવંતીલાલ સંઘવી (.. 62) સવારે 9:45 વાગ્યે ઘર નજીક સંજીવકુમાર ઓડિટોરીયની બાજુમાં આવેલા જૈન દેરાસરમાં પૂજા કરવા ગયા હતા. પુત્રી પ્રિયંકા મોપેડ પર દેરાસરના ગેટ પાસે કંચનબેનને ઉતારીને ગયા બાદ વૃધ્ધા દેરાસરમાં જઇ રહ્યા હતા. તે દરમ્યાન દેરાસરના કંમ્પાઉન્ડમાંથી મોંઢા પર સફેદ રૂમાલ બાંધેલો અને હેલમેટ પહેરેલ મોટરસાઇકલ સવાર ઘસી આવ્યો હતો અને દોઢ તોલા વજનની સોનાની ચેઇન કિંમત રૂા. 32,000ની મત્તાની આંચકી મોટરસાઇકલ પુર ઝડપે હંકારી ભાગી ગયો હતો. કંચનબેને બુમાબુમ કરી હતી પરંતુ સ્નેચર ભાગી જવામાં સફળ રહ્યો હતો

ઘટના અંગે કંચનબેને અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દેરાસરના સીસીટીવી ફુટેજના આધારે ચેઇન સ્નેચરની શોધખોળ હાથ ધરી છે.

(6:20 pm IST)