Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ધનસુરા-બાયડ રોડ નજીક પુરપાટ ઝડપે જતી કન્ટેનરે બાઇકને હડફેટે લેતા એક શખ્સનું મૃત્યુ: બે મહિલા ઈજાગ્રસ્ત

ધનસુરા:ધનસુરા-બાયડ રોડ પર આવેલા હીરાપુર સ્ટેન્ડ નજીક ગુરૃવારે સવારે પરપ્રાંતીય ટ્રક કન્ટેનર અને બાઈક  વચ્ચે થયેલા અકસ્માતમાં એક ઈસમનું મોત નિપજયું હતું.જયારે બે મહિલાઓને ઈજાઓ થતાં વાત્રક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.અકસ્માત કરી ટ્રક ચાલક નાસી જતાં તેના વિરૂધ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ હતી.

ધનસુરા-બાયડ રોડ પર આવેલા હીરાપુર સ્ટેન્ડ નજીક પરપ્રાંતિય ટ્રક કન્ટેઈરના ચાલકે  પુરઝડપે હકાંરી  બાઈક ને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલક જગદીશભાઈ મગનભાઈ પટેલ (..૫૧) રહે.અમરાપુરકંપા તેમજ આશાબેન રમેશભાઈ પરમાર અને દાલીબેન બચુભાઈ પરમાર ત્રણેયને  ઈજાઓ થતાં વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ જગદીશભાઈ નું મોત નિપજયું હતું.જયારે બંને મહિલાઓ વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

(6:22 pm IST)