Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ખેડબ્રહ્મા તાલુકાના ખરણીયામાં એક શખ્સ પર જૂની અદાવતની રીસ રાખી ટોળાનો જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

ખેડબ્રહ્મા: તાલુકાના ખેરોજ પોલીસ સ્ટેાશને ખરણીયા ગામના એક વ્યક્તિ ઉપર જુની અદાવતમાં ટેબડા ગામના ૩૩ માણસોએ એક સંપ કરી  હથિયારો ધારણ કરી હુમલોકર્યો હતો. તે અંગે ખેરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પોલીસ સ્ટેશનમાં ખરણીયા ગામે રહેતા સુરેશભાઈ ધર્માભાઈ પારધીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ટેબડા ગામના ઈશ્વરભાઈ રાઠોડરાજુભાઈ રાઠોડતારીયાભાઈ રાઠોડ સહિત ૩૩ માણસો અદાવતમાં હથિયારો ધારણ કરી મોટરસાયકલો ઉપર જઈ લાંબડીયા ત્રણ રસ્તા ઉપર જઈ અશોકભાઈ થાવરા પારધીને મારવા માટે જીગ્નેશભાઈ પારધીની દુકાનમાં જઈ તોડફોડ કરી હતી અને જીગ્નેશભાઈ તેમની દુકાનમાં પુરાઈ જતા બચી જવા પામ્યા હતા ત્યારબાદ બધા ઈકો ગાડી લઈ  મોટરકાઈકલ ઉપર ખરણીયા ગામે જઈ ફરિયાદીના ઘર ઉપર હુમલો કરતા પથ્થરમારો કરતા પોપટભાઈ બચી ગયા હતા તેમજ ફરિયાદી તેમજ ફરીયાદી ધર્માભાઈ ઉપર છુટો પથ્થરમારોગડદાપાટુનો માર મારી નાખવાની ધમકી આપતા તે અંગે ફરીયાદ નોંધાવતા ખેરોજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

(6:22 pm IST)