Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

યુવકે પેટ્રોલ છાંટી ઘરમાં આગ ચાંપી, સાળી દાઝી

પત્નીની ભાળ મેળવવા પતિનું કારસ્તાન : અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પત્નીને શોધવા નિકળેલા પતિના કરતૂત સામે સાળીએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ,તા.૪ : શહેરના આંબાવાડી વિસ્તારમાં પત્નીને શોધવા માટે સાસરીમાં પહોંચેલા પતિએ પેટ્રોલ નાંખીને ઘરમાં આગ ચાંપી દીધી. જો કે બનાવમાં આરોપીની સાળી દાઝી જતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેરના આંબાવાડી વિસ્તાર રહેતી ગંગાબેન નામની યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમની બહેને આઠેક વર્ષ પહેલાં મહેન્દ્ર દલવાડીયા નામના યુવાન સાથે લગ્ન કર્યા હતા. અને બંને આંબાવાડી વિસ્તારમાં રહેતા હતા. ગઇકાલે બપોરે તેઓ તેમના ઘરે હાજર હતા ત્યારે તેમના બનેવી મહેન્દ્ર તેમના ઘરે આવ્યા હતા. અને કહેવા લાગ્યા હતા કે જ્યોતિ ક્યાં છે.

         જો કે ફરિયાદીએ કહ્યું હતું કે એ તારી પત્ની છે તને ખબર જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીની માતા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. પતિએ પત્ની વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદબાદમાં તેણે પોતાના હા માં રહેલ પેટ્રોલ ઘરમાં છાંટી દીધું હતું અને આગ ચાંપી ને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે આ બનાવમા ફરિયાદી પગના ભાગે દાઝી જતાં તેઓને તાત્કાલિક સારવાર માટે નજીક ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને હાલમાં આરોપી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(7:17 pm IST)