Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અપહરણ થયેલ સગીર બાળાને શોધી કાઢી આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહ એ નર્મદા જીલ્લામાં ગુમ થયેલ બાળકો જે હાલ સુધી પરત મળી આવેલ ન હોય તેમને શોધી કાઢવા માટેની તા.03/૦૯/ ૨૦૨૦ થી તા.૦૯/૦૯/૨૦૨૦ દિન-૭ ની ડ્રાઇવનું રાખ્યું હોય જે ડ્રાઇવ દરમ્યાન ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના મળતા .એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.ના સુપરવિઝન હેઠળ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના ગુનાના કામના આરોપી મનોજ અવિચલભાઇ તડવી રહે.કુલવાડી તા.ગરુડેશ્વર,જી.નર્મદા એ ભોગબનનાર સગીર વયની બાળાને લગ્ન કરવાની લાલચે કાયદેસરના વાલીપણામાંથી પટાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હોય આ આરોપી સગીરવયની બાળા સાથે વડોદરા ખાતે હોવાની ચોક્કસ બાતમીના આધારે તેને વડોદરા થી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી દેડીયાપાડા પો.સ્ટે.ને ગુનાના કામે સોંપવામાં આવ્યો છે.

(8:25 pm IST)