Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

શાહીબાગ સદર કેમ્પ પાસે કોલોનીમાં જુગારધામ ઝડપાયું : 7 જુગારીમાંથી 4 પકડાયા:ત્રણ ફરાર

હોટેલ સીમરનના માલિક અને આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડના VP ઐયુબખાન પણ જુગાર રમતા હતા પોલીસે રેડ પાડતા ભાગી ગયા

અમદાવાદઃ શાહીબાગ સદર કેમ્પ પાસેની કોલોનીમાં જુગાર રમી રહેલા જાણીતી હોટેલ સીમરનના માલિક અને આર્મી કેન્ટોન્મેન્ટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ (VP) ઐયુબ ખાન પોલીસ રેડ પાડતા ફરાર થઇ ગયા.હતા ઐયુબ ખાન સાથે કેટલાક જુગારી સાથે જુગાર રમી રહ્યા હતા. પરંતુ પોલીસે રેડ પાડતા તેઓ 3 આરોપી સાથે ફરાર થઇ ગયા. પોલીસે જો કે અન્ય 4 જુગારીની ધરપકડ કરી લીધી. તેમની પાસેથી રોકડ, વાહનો સહિત સરેરાશ પોણા બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શાહીબાગ પોલીસે બાતમીના આધારે ગુરુવારે સાંજે કેમ્પ સદર બજાર વિસ્તારમાં ખેતરપાળ દાદા મંદિર સ્વિપર કોલોની પાસે જુગાર રમતા શખ્સોને ઝડપી લેવા રેડ કરી હતી. પોલીસ પહોંચતા કેન્ટોન્મેન્ટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ  અને હોટેલ સીમરનના માલિક સહીત સાત આરોપીઓએ ભાગવા માટે દોડ લગાવી પણ પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા હતાજ્યારે હોટલ સીમરનનો માલિક અને કેન્ટોન્મેન્ટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ ઐયુબખાન સહિત ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા. આ દ્શ્ય ફિલ્મી સ્ટાઇલમાં ભજવાઇ ગયું હતું. પોલીસે ઐયુબ ખાન સહિતના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

શાહીબાગ પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપ્યા હતા. જેમાં મહેબૂબ ઉર્ફ બાબુ અસગરહુસેન શેખ રહે રબારી વાસ, કેમ્પ સદર બજાર, સચિન ભરત દતાંણી રહે જયશક્તિ નગર,હાંસોલ, જયદીપ ઉર્ફ જેકી રાજેશ કનોજીયા રહે,રબારીવાસ, કેમ્પ સદર બજાર અને વિકાસ હરેશ રાણા રહે,ભીલવાસ, સરદાનગરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે રૂ,1800ની રોકડ,સ્થળ પરથી ચાર ટુ વ્હીલર , બે મોબાઈલ ફોન મળી રૂ.1,74,900નો મુદ્દામાલ જમા લીધો હતો.

પોલીસે સ્થળ પર રેડ કરી તે સમયે ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં ફરાર ઇસમોમાં કેન્ટોન્મેન્ટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ એયુબખાન પઠાણ, પિંકુ સિંધી અને રાકેશ દતાંણીના નામ જાણવા મળ્યા છે.

પોલીસે સ્થળ પરથી જમા લીધેલા ચારમાંથી બે ટુ- વ્હીલર ફરાર આરોપીના હતા. પોલીસે રેડ કરતા સાત જણા દોડવા લાગ્યા હતા. પીછો કરી ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા જ્યારે ઐયુબખાન સહિત ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા.

(10:07 pm IST)