Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર રાજયમાંથી ચોમાસાની વિદાય

બંગાળની ખાડીમાં લોપ્રેસર બન્‍યું જે આવતા દિવસોમાં દેશના અનેક રાજયોમાં અસર કરશેઃ અશોકભાઇ પટેલ

રાજકોટ : વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યુ હતું કે દક્ષિણ પヘમિ ચોમાસુ ગઇ કાલે બાડીના કચ્‍છમાંથી સમગ્ર સૌરાષ્‍ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્‍ય ગુજરાતના મોટા ભાગો તેમજ દ. ગુજરાતના થોડા ભાગોમાંથી વિદાય લીધુ છે. મધ્‍ય પヘમિ બંગાળની  ખાડી અને આસપાસના વિસ્‍તારમાં ગઇ કાલે લોપ્રેસર બન્‍યુ છે. તેના અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી.ની ઉંચાઇએ છે. તેમજ વધતી ઉંચાઇએ દક્ષિણ પヘમિ તરફ ઝુકે છે.

 આ સિસ્‍ટમ આંધ્રના કિનારા તરફ આગળ વધશે તેવી શકયતા છે આ સિસ્‍ટમ્‍સના અપરએર સાયકલોનીક સરકયુલેશન માંથી એક ટ્રફ બાંગ્‍લાદેશ સુધી લંબાય છે. એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ નોર્થ પાકિસ્‍તાનને લાગુ અફઘાનિસ્‍તાન ઉપર ૩.૧ કિ.મી.ના લેવલમાં વેર્સ્‍ટન ડિસ્‍ટર્બન્‍સમાં ૫.૮ કિ.મી.ના લેવલ ઉપર એક ટ્રફ છે જેની ધરી ૬૯ ઇસ્‍ટ અને ૩૦ નોર્થ ઉપર છે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલ તા. ૪ થી ૧૦ ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવેલ કે ચોમાસુ વિદાય રેખાની સમગ્ર સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, નોર્થ ગુજરાત તેમજ મધ્‍ય ગુજરાતના મોટાભાગોમાં આગાહી સમયમાં મુખ્‍યરૂપે સુકુ વાતાવરણ અમુક દિવસે માવઠારૂપી છાટાછુટીની શકયતા.

જ્‍યારે દ.ગુજરાતમાં ચોમાસુ રેખાની દક્ષિણે ચોમાસાએ વિદાય લીધી નથી. આગાહી સમયમાં છૂટોછવાયો હળવો મધ્‍યમ વરસાદ પડશે. વધુ શકયતા આગાહી સમયના પાછલા દિવસોમાં.

આગાહી સમયમાં ૮મી આસપાસ બંગાળની ખાડીમાં બીજુ એક અપરએર સાયકલોનીક સરકયુલેશન  બનશે.

(11:14 am IST)