Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

નમસ્‍તે સદા વત્‍સલે માતૃભૂમેઃ કાલે વિજયા દશમીએ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનો સ્‍થાપના દિન

સમાજને સંગઠિત કરી હિન્‍દુ રાષ્ટ્રને શકિતશાળી બનાવવા માટે શક્‍તિ ઉપાસનાનું કાર્ય વ્‍યક્‍તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ સાથે કલકત્તામાં મેડિકલ ની પરીક્ષા પાસ કર્યા બાદ નાગપુર પાછા ભરીને ડોકટર કેશવરાવ બલિરામ હેડગેવાર રાષ્ટ્રજીવનમાં પડેલરોગનું નિદાન કર્યું અને તેની ચિકિત્‍સા માટે સંગઠન નામની ઔષધી નકકી કરી હિન્‍દુ સમાજના સંગઠન માટે ૧૯૨૫ વિજયા દશમીને દિવસે નાગપુરમાં મોહિતે વાળા માં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ સ્‍થાપના થઈ.
આજે ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં શાખાઓ શરૂ થઈ ગઈ છે ભારત માતાને વિશ્વ ગુરૂપદે પ્રસ્‍થાપિત કરી વિશ્વમાં હિન્‍દુ સંસ્‍કૃતિનો જય જય કરનાર કરોડો હિન્‍દુઓના હૃદયમાં એક સંગઠનની નવતર પદ્ધતિથી સંદ્યનું બીજ આજે વિરાટ વટ વૃક્ષ બની ચૂક્‍યું છે .જેની છત્રછાયામાં અનેક ભગીની સંસ્‍થાઓ પાંગરીને ભારતના રાજકારણ, સાહિત્‍ય, ઇતિહાસ, શિક્ષણ, સેવા ,સહકાર પરિવાર ભાવના, સામાજિક સમ રસ્‍તા, પર્યાવરણ, સંરક્ષણ,ગૌ સેવા સર્વ ધન જેવા અનેક ક્ષેત્રોમાં પ્રભાવી પ્રદાપરણ કરી દેશના નવનિર્માણમાં મહત્‍વનું યોગદાન આપી રહી છે.
હવે તો સંઘનીશતાબ્‍દી વર્ર્ષં નજીક આવી રહી છે ત્‍યારે તમામ તાલુકા તેમજ શહેરી વિસ્‍તારોમાં સંઘનું કામ શરૂ થઈ ગયું છે.
સ્‍થાપક-ડો.કેશવરાવ બલીરામ હેડગેવાર (૧૯૨૫ થી ૧૯૪૦)....પ્રથમ સંદ્યને જાણો..... ઓળખવાનો પ્રયત્‍ન કરો... પછી બોલો. સંગઠન જ રાષ્ટ્રની પ્રમુખ શક્‍તિ હોય છે. સંસારમાં કોઈપણ સમસ્‍યાનો ઉપાય સંગઠીત શક્‍તિના આધાર પર જ રહેલો છે. શકિતહિન રાષ્ટ્રની આકાંક્ષા કયારેય સફળ થઈ શકતી નથી. પરંતુ સામર્થ્‍યશાળી રાષ્ટ્ર કોઈપણ કાર્ય જયારે ઈચ્‍છે છે ત્‍યારે પોતાની ઈચ્‍છા અનુસાર કરી શકે છે. આપણે જેને સંગઠિત કરવા માંગીએ છેએ તેઓ અસંગઠિત છે. આમાથી કાર્યોપયોગી વ્‍યકિતને શોધવી તેમને સન્‍માનથી સંગઠનમાં અનુકુળ કાર્ય આપતા રહીને સુત્રબધ્‍ધ અનુશાસિત આચરણ માટે સતત જાગૃત રાખવા તે બહુ સહેલુ નથી નથી નથી છતા પણ સદીયો પહેલા સમ્રાટ સાલીવાહને માટીમાંથી મરદો સજર્યા એમ કહેવાય છે. એજ ઉકિતને સાકાર કરવા ડો. હેડગેવારજીએ પથ્‍થરોમાં પ્રાણ પૂર્યા. માટીમાંથી માનવો પેદા કર્યા. રાષ્ટ્રના ઉત્‍થાન માટે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘનું અનુપમ સંગઠન ઉભુ કર્યું. ૧૯રપમાં વિજયા દશમીના દિવસે નાગપુરમાં અનેક વિરોધો અવરોધોને પાર કરીને એક બીજમાંથી વટવૃક્ષ સમાન વિસ્‍તર્યો.
  પૂ. શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર(ગુરૂજી) નો જન્‍મ ૧૯.-૨-૧૯૦૬ પ્રાથમિક માધ્‍યમિક ઇન્‍ટર સાયન્‍સ પછી અભ્‍યાસ કાશી વિદ્યાલયમાં કરેલ પ્રાણીશાષા વિષયમાં એમ.એસ.સી.ની પદવી મેળવી હતી જીવનકાળમાં શરૂ થયો હતો. તેઓ નાગપુર બનારસ હિન્‍દુ વિશ્વ વિદ્યાલયમાં બે વર્ષ અધ્‍યાપક કાર્ય કરી વિધાર્થી પ્રિય થયા. વિદ્યાર્થી લાડથી ‘ગુરૂજી' કહેતા ત્‍યારથી ‘ગુરૂજી'થી પ્રખ્‍યાત થયા. આજે સંપૂર્ણ દેશના લાખો સ્‍વયંસેવકો હિત ચિંતકોમાં ‘ગુરૂજી' તરીકે પ્રસિધ્‍ધ થયા.
૩૩ વર્ષના આ પ્રદીર્ર્ઘ કાલખંડમાં તેમણે પ્રતિવર્ષ બે વાર સંપૂર્ણ દેશનો પ્રવાસ કર્યો, સ્‍વહસ્‍તે હજારો પત્રો લખ્‍યા, હજારો લોકોનો વ્‍યકિતગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય સભ્‍ય બની રહ્યા.
સંઘના તૃતીય સરસંદ્યચાલકશ્રી પૂ. મધુકર દત્તાત્રેય દેવરસ (બાળાસાહેબ દેવરસ) નો જન્‍મ ૧૧ ડિસેમ્‍બર ૧૯૧૫ નાગપુરમાં થયો હતો નાગપુરમાં મેટ્રિક બીએ અને ત્‍યારબાદ એલએલબી પરીક્ષા પાસ કરેલ હતી અનાથ વિદ્યાર્થી બસ્‍તી ગૃહમાં અધ્‍યાપન કાર્ય કર્યું હતું. ૧૯૭૩ થી ૧૯૯૪ના સમયમાં ત્રીજોભાગ શરૂ થયો ત્‍યારે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘએ સાબિત કર્યું કે, રાષ્ટ્ર ઉપર આવેલ લોકતાંત્રીક અથવા ભૌગોલીક સંકટોના સમયે એકસાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કટોકટી વિરૂધ્‍ધનો સફળ સંઘર્ષ અને પ્રાકૃતિક મૂશ્‍કેલીઓના સમયે સમાજસેવાના માધ્‍યમથી આ સિધ્‍ધ થયેલ. વિશ્વના મહાન સંગઠનના સરસંઘચાલક આવો મોટો ઉચ્‍ચ હોદ્દો ધરાવતા પોતાની નાદુરસ્‍ત તબીયત થતા પોતાનો હોદ્દો વિના સંકોચે તરતજ બીજાને સોપી દીધો આમ, સંઘના ‘મે નહીં તુ'' ના આદર્શ સંસ્‍કારોની પ્રેરણા આખા વિશ્વને આપી હતી. અગર અશ્‍પૃશ્‍યતા જો પાપની નથી તો દુનીયામાં બીજુ કોઈ પાપ નથી. આમ ૧૭ જૂન૧૯૯૬ ના દિવસે પૂના ખાતે અવસાન પામ્‍યા હતા.
સંઘના ચતુર્થ સરસંઘચાલક શ્રી પ્રો. રાજેન્‍દ્રસિંહનો જન્‍મ ૨૯ જાન્‍યુઆરી ૧૯૨૨ ઉત્તર પ્રદેશના બનેલ ગામ જીલ્લો ( બુંલંદ શહેર) થયો હતો જેઓને ગામના વડીલો, વૃધ્‍ધો અને સગાસબંધીઓ રજજુ તરીકે સંબધોતા અને સંઘમા રજજુભૈયાના નામે લોકપ્રિય થયા. ૨૧ વર્ષની ઉંમરેઅલ્‍હાબાદવિશ્વ વિદ્યાલયમાં ભૌતિકશાષાના પ્રોફેસર અને પરમાણુ ભૌતિકીના સુવિખ્‍યાત વિદ્વાન હતા. અત્‍યંત કઠિન પરિસ્‍થિતિમાં પણ શાંત અને સૌમ્‍ય અને સંતુલનનો ઋષિતુલ્‍ય વ્‍યવહાર તેમની પોતાની સ્‍વભાવગત વિશિષ્ટતા હતી.
પાંચમાં સરસંઘચાલક કુપ. સી. સુદર્શનજી કે જેઓનો જન્‍મ ૧૮ જૂન ૧૯૩૧ના રોજ મધ્‍ય પ્રદેશના રાયપુર શહેરમાં થયો. નાનપણથી જ મેઘાવી એવા મા. સુદર્શનજી ટેલિ કોમ્‍યુનિકેશનમાં એન્‍જીનીયરીંગની પદ્દવી ધરાવે છે. ભર યુવાન વયે ર૩માં વર્ષે, ૧૯પ૪ની સાલમાં તેઓ સંઘના પ્રચારક તરીકે નીકળ્‍યા. સુદર્શનજી સંઘકાર્યના વિસ્‍તાર માટે સતત પ્રવાસ કરતા રહ્યા.
છઠ્ઠા સરસંઘચાલક મા. મોહનજી ભાગવતનો જન્‍મ ૧૧ સપ્‍ટેમ્‍બર ૧૯પ૦ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો. તેઓ ડોકટર પંજાબ રાવ દેશમુખ વિદ્યાપીઠ અકોલા મહારાષ્ટ્રમાંથી પશુ ચિકિત્‍સા વિજ્ઞાનના માં સ્‍નાત ક પદવી મેળવી હતી.તેમના પિતા મા. મધુકરરાવજી ભાગવત ૧૯૪૪થી ૧૯પ૧ સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા. તેમની મિષ્ટ વાણી અને મિષ્ટ વ્‍યવહારે આ છ વર્ષના ગાળામાં ગુજરાતનાં લગભગ ૧૧પ ગામોમાં સંઘકાર્યની શાખાઓની જાળ પાથરી હતી. ઘરમાં સંઘનું જ વાતાવરણ હતું, માતાજી પણ રાષ્ટ્રસેવિકા સમિતિનું કામ કરતાં. શિશુવયથી જ મોહનજી સંઘની શાખામાં જવા લાગ્‍યા. વર્ષ ૧૯૭પમાં સંઘના પ્રચારક તરીકે નીકળ્‍યા.  ૧૯૭૭માં નાગપુર અને વિદર્ભ વિભાગ પ્રચારકની જવાબદારી સોંપાઈ, ૧૯૮૭માં અખિલ ભારતીય સહસરકાર્યવાહની જવાબદારી સોંપાઈ, વર્ષ ૧૯૯૧માં અખિલ ભારતીય શારીરિક શિક્ષણ પ્રમુખની અને વર્ષ ૧૯૯૯માં અખિલ ભારતીય પ્રચારક પ્રમુખની જવાબદારીઓ સોંપાઈ. વર્ષ ર૦૦૦માં સંઘના સરકાર્યવાહ મા. શેષાદ્રિજીએ શારીરિક નાદુરસ્‍તીને કારણે નિવૃત્તિ લેતાં મોહનજીને અખિલ ભારતીય સરકાર્યવાહની જવાબદારી સોંપાઈ જે તેમણે ર૦૦૯ સુધી સુપેરે નિભાવી. સરસંદ્યચાલકની અનેરી પરંપરા (૧૯રપ થી ર૦ર૦) જળવાઈ રહી છે.
આમ ૧૯રપ થી ર૦ર૨ સુધીમાં સંઘે વિવિધ ક્ષેત્રમાં સંઘના સ્‍વયંસેવક દ્વારા અભુતપૂર્વ કામ શરૂ કરેલ છે જેવી કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પક્ષ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, વિદ્યાભારતી, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝર, પંડિત દિનદયાલ શોધ સંસ્‍થાન, સ્‍વદેશી જાગરણ મંચ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ભારતીય વિકાસ પરીષદ, વિશ્વ સંવાદ કેન્‍દ્ર, વિશ્વ વિભાગ, વિશ્વ હિન્‍દુ પરીષદ, રાષ્ટ્રીય સેવીકા સમિતિ, સંસ્‍કાર ભારતી, પૂર્વ સૈનિક સેવા પરીષદ, ભારતીય વિચાર મંચ, અખિલ ભારતીય સાહીત્‍ય પરીષદ, સહકાર ભરતી, વનવાસી કલ્‍યાણ પરીષદ, ભારતીય કિશાન સંઘ, રાષ્ટ્રીય શીખ સંગત, ભારતીય શિક્ષણ મંડળ, ભારતીય મજદુર સંઘ, ભારતીય અધિવકતા પરીષદ, લઘુઉદ્યોગ ભારતી, સંસ્‍કૃત ભારતી ગ્રંથાલય ભારતી, ઉપરોકત અનેક પરિવારક્ષેત્રોમાં નવા નવા લોકોને જોડી દેશભકિતના સંસ્‍કારમાં પ્રવૃતમય કરેલ છે અને આજે વિશ્વમાં પોતાની સંસ્‍થાનો, તાકાતનો પરચો દેખાડેલ છે. સ્‍વતંત્રતા આંદોલનમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘનું સક્રિય યોગદાન રર્હ્યું છે. સ્‍વાતંત્રતા આંદોલનમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘનું સક્રીય યોગદાન રહ્યું છે.
આપદા પ્રાકૃતીક હોય કે મનુષ્‍ય નિર્મિત. સંકટ સમયે સર્વ પ્રથમ તે સ્‍થાન પર પહોંચી રાહત કાર્ય પ્રારંભનું કાર્ય સંદ્યના સ્‍વયંસેવકો કરે છે. મોરબીની હોનારત કે ગુજરાતનો ધરતી કંપ કે આંધ્રનું ચક્રવાત હોય, તામીલનાડુનું સુનામી, ઉત્તરાખંડનું પુર, નેપાળનું ધરતી કંપ હોય કે પછી કોરોના હોય સંઘના સ્‍વયંસેવકો સેવાકાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે.
જયેશ સંઘાણી, મો.૯૪ર૮ર ૦૦પર૦

 

(11:24 am IST)