Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સાઇબર ક્રાઇમના પિડીતોને રૂપિયા ૪ કરોડ FIR વગર મળ્‍યા પરત

રાજયની પોલિસના સાઇબર ક્રાઇમ સેલની ઉત્‍કૃષ્‍ટ કામગીરી

અમદાવાદ, તા.૪: રાજયની પોલીસના સાઇબર ક્રાઇમ સેલે શનિવારે કહ્યું કે કોઇ પણ ઓફ આઇટ નોંધાવ્‍યા વગર બેંકોએ સાઇબર ક્રાઇમના પિડીતોને રૂપિયા ૪.૪ કરોડ પરત આપ્‍યા છે. આ નાણાં બેંકો દ્વારા કોર્ટ દ્વારા ઇસ્‍યુ કરાયેલ ૨૧૬૫ ઓર્ડરના આધારે રીફંડ અપાય છે.

સાયબર ક્રાઇમ સેલે એક સ્‍ટેટમેન્‍ટમાં કહ્યું કે દેશમાં એક અનોખી પહેલમાં કોર્ટને અપિલ કરાઇ હતી કે પિડીતોની મદદ માટે સામાન્‍ય ફરીયાદ નોંધ્‍યા વગર પણ તે બેંકો અને ઇ-વોલેટ કંપનીઓને નાણા ચૂકવવા ઓર્ડર ઇસ્‍યુ કરે.

સાયબર સેલના અધિકારીઓએ કહ્યું કે પિડીતોના ચોરાયેલ નાણા ક્રીમીનલ પ્રોસીજર કોડની જોગવાઇઓ હેઠળ ફીઝ થઇ જાય છે પણ રાજયના સાયબર ક્રાઇમ સેલે કોર્ટને સેકશન ૪૫૭ હેઠળ આવા ઓર્ડરો કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે એક પાયલોટ પ્રોજેકટ હેઠળ સેકશન ૪૫૭ હેઠળ આવી ૪૫૭ અરજીઓ ચીફ મેટ્રો પોલીટન કોર્ટમાં કરાઇ હતી અને આ વર્ષે ૨૬ જૂને કોર્ટે બેંકોને વિભીન્‍ન પિડીતોને રૂપિયા ૭૬ લાખ ચૂકવવા આદેશ કર્યો હતો.

ત્‍યાર પછી સાયબર ક્રાઇમ સેલ દ્વારા બધા શહેરો અને પોલીસ અધિકારીઓ માટે એક સ્‍પેશ્‍યલ ટ્રેનીંગ સેશનનું આયોજન કરાયુ હતુ જેથી પીડીતોને પોતાના નાણા ઝડપથી મળે તેવા પ્રયત્‍નો થઇ શકે.

આ અધિકારીઓએ કહ્યું કે કેન્‍દ્રિય ગૃહ મંત્રાલયે ૧૯૩૦ હેલ્‍પલાઇન ચાલુ કરી તે પહેલા ગુજરાત પોલીસે સાયબર આશ્‍વાસન પ્રોજેકટ શરૂ કરી દીધો હતો. જેના દ્વારા ચોરાયેલ નાણા ફીઝ કરી દેવાતા હતા. તેમણે કહ્યું કે ગુજરાત સાયબર ક્રાઇમ સેલે પોતાનો પ્રોજેકટ હવે ૧૯૩૦ હેઠળ હેલ્‍પલાઇન સાથે જોડી દીધો છે. અત્‍યાર સુધીમાં રાજયમાં ૩૬ કરોડ રૂપિયાથી પણ વધારે રકમ ફીઝ કરી દેવાઇ છે.

ચોરાયેલ નાણા ફીઝ કરાયા પછી અધિકારીઓને લાગ્‍યુ કે બેંકો પિડીતોને નાણા પરત નથી આપતી અને એફઆઇઆર કે કોર્ટ ઓર્ડરનો આગ્રહ રાખે છે. ઘણા કેસોમાં પિડીત એફઆરઆર નથી નોંધાવવા ઇચ્‍છતો હોતો એટલે સાઇબર ક્રાઇમ સેલે  તેના નિરાકરણ માટે આ રસ્‍તો કાઢયો હતો.

(1:43 pm IST)