Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

‘અહીં ગરબા નહીં રમવાના' કહી ખેલૈયાઓ પર પથ્‍થરમારો, ૬ ઇજાગ્રસ્‍ત

ખેડાના ઉંઢેરા ગામમાં

અમદાવાદ તા. ૪ : ગુજરાતમાં એકવાર ફરી પથ્‍થરમારો થયાની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્‍થરમારો થયાનું સામે આવ્‍યું છે. ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો ઉપર પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો. જેથી પથ્‍થરમારો થવાના કારણે ગરબા રમી રહેલા ૬થી ૭ લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા. આ ઘટનાની જાણ થતા જ SP, Dysp, LCB, SOG,  માતાર પોલીસ અને મામલતદાર સહિતના ઉચ્‍ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્‍યો હતો. હાલ ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. આ પથ્‍થરમારામાં બે જવાનો પણ ઇજાગ્રસ્‍ત થયા છે.ઇજાગ્રસ્‍તોને હોસ્‍પીટલ ખસેડવામાં આવ્‍યા હતા. સ્‍થિતિ વધુ તંગ ન બને તે માટે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયેલ.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)