Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અમદાવાદ:નકલી પાસપોર્ટના આધારે કુવૈત જઈ રહેલા 2 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

હિન્દૂ નામથી મુસાફરી કરવા નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ :કલકત્તાના એજન્ટો દ્વારા નકલી પાસપોર્ટ બનાવતા SOG ની ટીમે કલકત્તા તપાસ શરૂ કરી .

અમદાવાદ બનાવટી પાસપોર્ટના આધારે કુવૈત જઇ રહેલા 2 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. જેમાં હિન્દૂ નામથી મુસાફરી કરવા નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કલકત્તાના એજન્ટો દ્વારા નકલી પાસપોર્ટ બનાવતા SOG ની ટીમે કલકત્તા તપાસ શરૂ કરી છે. જેમાં એસઓજી ક્રાઇમે બે બાંગ્લાદેશી નાગરિક સાહિદુલ મુલ્લા અને આમીનુર ગાઝીની ધરપકડ કરી છે.

આ બાંગ્લાદેશીએ બનાવટી પાસપોર્ટના આધારે કુવૈત જઇ રહ્યા હતા અત્યારે ઈમિગ્રેશન વિભાગને બંને વ્યક્તિઓને અટકાવ્યા અને પાસપોર્ટની તપાસ કરી હતી..આ ઉપરાંત તેઓના નામ અને સરનામાની પૂછપરછ કરતા બાંગ્લાદેશીઓ પર શંકા આવી હતી અને બાદમાં વધુ તપાસ હાથ ધરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો કે હિન્દુ નામ ધારણ કરીને આ બન્ને આરોપીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં રહેતા હતા અને એજન્ટની મદદથી ડ્રાઇવિંગ લાયસન્સ, અને આધારકાર્ડ પણ બનાવી લીધા હતા.

  સામાન્ય રીતે ગેરકાયદેસર અને બનાવટી પાસપોર્ટ ની તપાસ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતી હોય છે જેના ભાગ સ્વરૂપે આ બંને આરોપીઓની વધુ તપાસ પણ એસઓજી ક્રાઈમ બ્રાન્ચને જ સોંપવામાં આવી છે. આ બંને આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે તે લોકો કુવેત જવા માટે પ્રયાસ કરતા હતા માટે તેમના એજન્ટે કહ્યું હતું કે બાંગ્લાદેશથી કુવેત જવું શક્ય નથી માટે બાંગ્લાદેશની ભોમરા બોર્ડરથી કોલકતા થોડા સમય માટે સ્થાઈ થવું પડશે અને બાદમાં કુવૈત જવાનું થશે ..જેથી કરીને બંને આરોપીઓ ભારતમાં આવ્યા હતા અને હિન્દૂ નામ ધારણ કરીને છૂટક મજૂરી પણ કરતા હતાં

  કુવૈતના વાહીદ કાદીયાન એજન્ટ શિવમ ઉર્ફે દીપ ઉર્ફે મહાદિપ પાસેથી બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો અને આ બનાવટી પાસપોર્ટ ના આધારે બંને આરોપીઓ કુવૈત જવાના ફિરાકમાં હતા. પરંતુ આરોપીઓના મનુસબા નાકાર થઈ ગયા અને આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.ત્યારે હાલ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ દેશોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે..જેમાં વાહિદ તથા દીપ નામના બંને આરોપીની પણ તપાસ SOG ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી. છે

(12:01 am IST)