Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

તાપીમાં પૌત્રીની સગાઇમાં ભીડ મામલે પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 4 આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

તમામ આરોપીઓને સોનગઢ કોર્ટમાં રજૂ કરાયા : પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા

તાપીમાં પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડ મામલે પૂર્વ પ્રધાન કાંતિ ગામિતના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. કાંતિ ગામિત સહિત કુલ 4 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તમામ આરોપીઓને સોનગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસ દ્વારા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી. જેની સામે બચાવ પક્ષે દલીલો કરી રિમાન્ડ રદ્દ કરવાની માંગણી કરી. પોલીસે રજૂ કરેલા મુદ્દામાં તમામ 19 આરોપીઓ પૈકી કાંતિ ગામીત, પુત્ર જીતુ ગામીત, પીઆઇ સિકે ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધને કોરોના ગાઈડલાઈન ની જાણકારી હતી છતાં ભંગ કર્યો. હતો

. કાંતિ ગામીત અને જીતેન્દ્ર ગામીત કાર્યક્રમના આયોજક હતા. આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી. બિન જરૂરી સમય વ્યતીત કરે છે. આ ગુન્હા બાબતે પુરાવા એકત્રિત કરવાના છે.
વીડિયોગ્રાફી લાંબી છે એટલે તેની તપાસ કરવામાં આવશે. આમંત્રણ પત્રિકા કબજે કરવામાં આવશે. તે ક્યાં છપાઈ તે તપાસવામાં આવશે..2000 લોકોનું જમણવાર રાખવામાં આવ્યું હતું સહિતના મુદ્દાઓ રજૂ કરાયા હતા.બચાવ પક્ષે સમગ્ર કેસ મૃગજળ ગણાવીને પોલીસની ધરપકડની કામગીરીને શંકાસ્પદ ગણાવી. હતી

 આ સાથે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ સરકારી અધિકારીઓની ધરપકડ તાત્કાલિક ન કરી શકાય જેવી દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા. કાંતિ ગામિત ઉપરાંત જીતુ ગામિત, પીઆઇ સી.કે. ચૌધરી તેમજ કોન્સ્ટેબલ નિલેશના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા 

(11:11 pm IST)