Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

નરેન્દ્રભાઇના ગુજરાત પ્રવાસ સંદર્ભે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

વડાપ્રધાન ૧પમીએ આવે છેઃ સાંજે વિજયભાઇના બંગલે બેઠક

ગાંધીનગર તા. ૪ :.. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઇને મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક,  આજે સાંજે પ કલાકે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક યોજાશે.

બેઠકમાં સૌરભ પટેલ, કુંવરજી બાવળીયા, વાસણભાઇ આહીર રહશે હાજર, બેઠકમાં ઉર્જા વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પ્રવાસન વિભાગના અધિકારીઓ  હાજર રહેશે.

વડાપ્રધાન કચ્છમાં બે વિકાસ કામના ખાતમુહૂર્ત કરશે, વડાપ્રધાનાં બે દિવસના કાર્યક્રમ મુદ્ે બેઠકમાં ચર્ચા થશે.

(11:22 am IST)
  • મોડી રાત્રે વાવાઝોડાની અસર રૂપે તામિલનાડુમાં ઠેરઠેર અતિભારે વરસાદ પડી ગયો છે ચેન્નાઈમાં આવતીકાલે સવાર સુધી અતિભારે વરસાદની આગાહી થઈ છે જ્યારે તામિલનાડુમાં સોમવાર સુધી વરસાદ વરસતો રહેશે તેવી ધારણા છે access_time 11:50 pm IST

  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST