Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

પીધેલાઓનાં મો સુંઘતા સમયે કોરોના સંક્રમિત થવાનો ખતરો દૂર કરવા અંતે માનવતાલક્ષી નિર્ણય

કોરોનાને કારણે ગુજરાતમાં સંખ્યાબંધ પોલીસ સ્ટાફ અધિકારીઓ સંક્રમિત થવા સાથે જીવ ગુમાવ્યા છે : ત્યારે વધુ જીવો પરનું જોખમ અટકાવવા ઐતિહાસિક નિર્ણય : લથડિયા ખાવા, આંખો લાલ, જીવ પર કાબૂ ન રહેવો જેવા લક્ષણો સાથે મેડિકલ ટેસ્ટ મહત્વનો પુરાવો છે : આશિષ ભાટિયા અને નરસિંહમાં કોમાર પર ગુજરાત પોલીસ તંત્ર આફ્રિન

રાજકોટ તા.૪ : ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ અંતર્ગત કેફી પીણું પીધેલ વ્યકિત સામે કેસ કરતા સમયે હાલમાં કોરોના મહામારી ધ્યાને લઇ આવા લોકોના મોઢા ન સુંઘવા માટે ડીજીપી આશિષ ભાટિયા અને રાજયના લો એન્ડ ઓર્ડરના વડા નરસિંંહમા કોમાર દ્વારા રાજયભરના તમામ પોલીસ કમિશનરો એસપી ઓ રેન્જ વડા તથા રેલવે પોલીસના સંબંધ કર્તાઓને આદેશ કરતા પોલીસ તંત્રમાં મુખ્ય પોલીસ વડા અને લો એન્ડ ઓર્ડરના વડા નરસિંહમા કોમાર પ્રત્યે આવા માનવતાવાદી વલણની પ્રસંશા થઇ રહી છે.દારૂ પીધેલી હાલતમાં પકડાતા શખ્સોની આંખો તેના શરીરનું બેલેન્સ ન આ સાથેજ તેવો જે રીતે લથડિયા ખાતા હોય છે તેવા બધા થોકબંધ લક્ષણો તેમને પકડવા માટે પૂરતા છે તેવા સમયે લોકો ઘરમાં રહી સલામત રહે તે માટે રોડ પર જાનના જોખમે અને પરિવારના ભોગે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ પીધેલ છે કે કે...? તે જાણવા મોઢા સૂંઘી કોઈને કોરોના હોય તો એ પોલીસ સ્ટાફ માટે જીવનું જોખમ સર્જાય છે. પંચનામું કરતા સમયે અન્ય બીજા લક્ષણો સાથે દારૂ પીધેલ શખ્સનું મેડિકલ કરવામાં આવે છે તે સહુથી મોટો પુરાવો હોય છે.

અત્રે યાદ રહે કે કોરોના ની મહામારીમાં ગુજરાત પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે શહીદી વ્હોરી છે ત્યારે પોલીસ જવાનના વધુ જીવ આવી પદ્ઘતિને કારણે જાય તે વ્યજબી ન હોવાથી પોલિસ તંત્રની લાગણી ધ્યાને લઇ આવો નિર્ણય થતાં પોલીસ તંત્ર દ્વારા ભારે આવકાર મળ્યો છે.

(11:24 am IST)