Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ક્રાઇમ બ્રાન્ચ પર ફાયરીંગ કરવાની હિંમત ધરાવતી હીરા લૂંટ માટેની કુખ્યાત ગેંગ સુરત ક્રાઇમ બ્રાંચના સકંજામાં

પિસ્તોલ અને કારતૂસો સાથે ઝડપાયેલી રાજસ્થાન ગેંગના સાગરીતોની પૂછપરછમાં હથિયારોની હેરફેર તથા અનેક અપરાધો પરથી પડદો ઉંચકાયો : સીપી અજય તોમર, એડી. સીપી શરદ સિંઘલ અને ડીસીપી રાહુલ પટેલના માર્ગ દર્શનમાં એસીપી આર.આર. સરવૈયા ટીમને વધુ એક જ્વલંત સફળતા

રાજકોટ તા. ૪ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર ફાયરિંગ કરવા સાથે સુરતમા હીરાની ઓફિસમાંથી હીરાની લૂંટ કરવા સાથે ગુજરાતમાં ઠેર ઠેર લૂંટ કરવાના ઇરાદે સુરતમા ઘુસેલી રાજસ્થાનની કુખ્યાત ગેંગ સુરત પોલીસ કમિશનર તથા ક્રાઇમ બ્રાન્ચના નાના મોટા તમામ અધિકારીઓ તથા સ્ટાફની જાગૃતતાથી સકંજામાં આવવા સાથે સુરતની હીરા પેઢીઓ તથા માલેતુજારોને લૂંટવાના મનસૂબા પર પાણી ફરી વળ્યુ છે.

ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ ચોક્ક્સ બાતમી આધારે સુરતના વેડ દરવાજા, જિલ્લાની બ્રિજ જેવા જાહેર રોડ પર પેટ્રોલિંગ કરતા હતા તેવા સમયે ૨ શકમંદ શખ્સોને અટકાવી તલાશી લેતા બને શખસોની કમરે દેશી બનાવટની પિસ્તોલ સાથે અંગ જડતી દરમ્યાન પિસ્તોલ જીવતા કારતૂસો મળી આવ્યા હતા. 

કુખ્યાત ગેંગના આરોપીઓ ઝડપાઇ જવાના પગલે પોલીસ કમિશનર અજય તોમર એડીશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા ડીસીપી રાહુલ પટેલ સાથે પરામર્શ કરી મદદનીશ પોલીસ કમિશનર આર.આર.સરવૈયા દ્વારા જાતે જ સૌરાષ્ટ્રની આગવી ઢબે સરભરા કરી પૂછપરછ કરતાં સુરત શહેરમાં લૂંટ સહિતના ભયંકર ગુનાઓને અંજામ આપવાની કબૂલાત કરી હોવાનું એસીપી આર.આર.સરવૈયા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

આરોપીની પૂછપરછ દરમિયાન પોતાના રાજસ્થાનના સાથીઓ સાથે મળી હથીયારીઓના સોદા કરવા જતાં હોવાનું કબૂલાત સાથે સુરત અને અમદાવાદ સહિત ગજરાતમાં કરેલા અનેક ગુનાઓની કબૂલાત એસીપી સુરત સામે કાર્યનું પણ બહાર આવેલ છે.

આમ, સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડી નાનામાં નાના સ્ટાફની સતત જાગૃતિને કારણે સુરતમાં ગુનેગારો પર મજબૂત સિકંજો કસ્યો છે.

(1:04 pm IST)