Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સુરત કતારગામ વિસ્તારમાં ચાલુ ટેમ્પામાં આગ ભભુકી : ડ્રાઇવર ફરાર : અફરાતફરીનો માહોલ

ટેમ્પામાં કેમિકલ બાયો ડીઝલ ભરવાની ટાંકી હતી જેમાં કેમિકલ ભરવામાં આવતા આગ લાગી હોવાનું તારણ

સુરતના કતાર ગામ વિસ્તારમાં ચાલુ ટેમ્પામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે આવી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ કરી હતી. ફાયર વિભાગના અધિકારીઓ મુજબ ટેમ્પોમાં મુકવામાં આવેલા કેમિકલમાં ભીષણ આગ લાગી હતી. જોકે ઘટના સ્થળથી ડ્રાઈવર નાસી ગયો હતો અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી

   કતારગામ લલિતા ચોકડી પર ટેમ્પામાં આગ લાગતા લોકોમાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ટેમ્પામાં કેમિકલ બાયો ડીઝલ ભરવાની ટાંકી બનાવાય હતી. જેમાં કેમિકલ ભરવામાં આવ્યું તેના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડનો જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનાની કામગીરી શરૂ કરી હતી. કતારગામ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ટેમ્પામાં આગ લગતા ટેમ્પો ડ્રાઇવર ટેમ્પો મૂકી ફરાર થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી

(1:40 pm IST)
  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • ઓવૈસીના ગઢમાં ભાજપને સરસાઈ : ગ્રેટર હૈદરાબાદ ચૂંટણીની મતગણતરી શરૂ : પ્રારંભિક વલણમાં ભાજપ 30 બેઠકો પર અને ટીઆરએસ 15 બેઠકો પર આગળ : access_time 9:37 am IST

  • ઈટાલીમાં કોરોના ગાંડોતુર બન્યો: એકાદ હજારના મોત : ઈટાલીમાં મોડી રાત સુધીમાં કોરોના નિમિતે 993 મૃત્યુ થયા છે. આજે ઇટાલીમાં સૌથી ઘાતક દિવસ નીવડ્યો હતો. access_time 11:53 pm IST