Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સી ટુડી અને ડી.ટુ.ડી.નો કોર્ષ ર૦ ડીસેમ્બર પહેલા પુરો કરોઃ GTU

GTU એ કોલેજ કોર્ષ પૂર્ણ કરવાની જવાબદારી સોપતા ગણગણાટ

રાજકોટ તા. ૪ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડીપ્લોમાંથી ડીગ્રી અને સર્ટી.ટુડીપ્લોમાનો કોર્ષ ર૦ ડીસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરી છે.

ગુજરાત ટેકનોલોજીએ યુનિવર્સિટી (જીટીયુ.)દ્વારા તાજેતરમાં પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાતની સાથેજ નવા વર્ષમાં સેમેસ્ટર શરૂ કરવાની સુચના આપી છે. જીટીયુની આ સુચનાની વિદ્યાર્થીઓને મુશ્કેલી બાદ જીટીયુએ હવે સી ટુડીઅને ડીટુડીમાં ર૦ ડીસેમ્બર સુધીમાં કોર્ષ પૂર્ણ કરવા અને જરૂર પડે તો વધારાનું લેકચર્સ રજાના દિવસોમાં લઇને કોર્ષ પુરૂ કરવા સુચના આપી છે.

ગુજરાત ટેકનોલોજીકત યુનિવર્સિટીએ હવે કોઇપણ રીતે કોર્ષ પુરો કરવાની જવાબદારી કોલેજો ઉપર ઢોળી દીધી છે.

જીટીયુની સુચના પ્રમાણે તા ર૧ ડીસેમ્બરની સેમેસ્ટર ૪નો અભ્યાસક્રમ શરૂ કરવા તાકીદ કરી છે.

(3:48 pm IST)