Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

મેઘરજ તાલુકાના ઇટવા ગામે યુવકને ફાસો આપી મોતનેઘાટ ઉતારવાનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મેઘરજ: તાલુકાના ઇટવા ગામે યુવક તેના મિત્રના ઘરે જઈ પરત આવતાં રસ્તામાં પાછળથી યુવકને લાતમારી નીચે પાડી દઈ ગળામાં ડ્રીપની પાઇપના ટુકડાથી ગળું દબાવવાની કોશીશ કરી હતી. યુવકને ત્રણ શખ્સોએ ગળદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં યુવકે ત્રણ શખ્સો સામે ઇસરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

અમારી જમીનના શેઢા ઉપર થઈને કેમ નીકળે છે કહી યુવકને ગળુ દબાવવાની કોશીશ કરી મારમાર્યો. મેઘરજ તાલુકાના ઇટવા ગામના અંતીક પ્રભુદાસ કટારા અને તેનો પડોશી હિતેશ તા. ૨૮-૧૧-૨૦૨૦ના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ બન્ને પોતાનું મોટરસાઇકલ લઈ અંકીતના મિત્ર જીગ્નેશ ખરાડીના ઘરે તેના ઘરથી થોડે દૂર મોટરસાઇકલ મૂકી ચાલતા તેના ઘરે ગયા હતા ત્યાર પછી થોડીવારમાં પાછા ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે ચાલતા ચાલતા જીગ્નેશના ઘર જોડે આવતા રસ્તામાં ઢુંઢેરા ગામનો અનિલ અને તેના ગેંડ પંડવાળા ગામના બે મિત્રો રજનીકાન્ત તથા ભાવેશ અંકીત અને તેના મિત્ર પાછળ પાછળ ચાલતા આવતા હતા તેવામાં અંકીતની પાછળ આવીને અંકીતને અનિલે જોરથી લાત મારતાં અંકીત નીચે પટકાયો હતો. અનિલ કહેતો હતો કે મારા જમીનના શેઢા ઉપર થઈને કેમ નીકળે છે આજે તો તને છોડવાનો નથી તેમ કહી ગાળો બોલી તેના હાથમાં ડ્રીપની પાઈપનો ટુકડાથી અંકીતનું ગળું દબાવવાની કોશીશ કરી હતી. અંકીત ફરીની નીચે પટકાતા પથ્થર વાગતાં લોહિ નીકળવા લાગ્યું હતું તેવામાં ત્રણે આરોપી અંકીતને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો આવી જતાં અંકીતને વધુ મારમાંથી છોડાવ્યો હતો ત્રણે આરોપી અંકીત કટારાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આખરે અંકીતે ઇસરી પોલીસમાં આરોપી અનિલ ધનજી ઓજાત રહે. ઢુંઢેરા તા. મેઘરજરજનીકાંત મોહન મનાત રહે. ઇસરી તા. મેઘરજભાવેશ બાબુ મનાત રહે. ઇસરી તા. મેઘરજ સામે ફરિયાદ નોંધાવી હતી. ઇસરી પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:50 pm IST)