Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સુરતના ખટોદરા વિસ્તારમાં હત્યાના બે અલગ અલગ બનાવમાં બે કિશોરના જમીન અદાલતે નામંજૂર કર્યા

સુરત: શહેરના ખટોદરા પોલીસમથકમાં લુંટ વીથ મર્ડર તથા ડીંડોલી પોલીસમાં હત્યાના ગુનાઈત કારસામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરના જામીનની માંગને સુરત સેશન્સ કોર્ટે પણ નકારી કાઢી છે.

ડીંડોલી સ્થિત હરીદ્વાર સોસાયટીમાં રહેતા મરનાર કપીલ સુદામ સીરસાઠને આરોપી ગણેશ ઉર્ફે ગણીયો હિંમત ચિત્તેની બહેન સાથે એક વર્ષથી પ્રેમસંબંધ હતો.જેની અદાવત રાખીને આરોપી ગણેશ ચિત્તેએ સહ આરોપી યુવરાજ ઉર્ફે જીવરાજ લક્ષ્મણ ચૌહાણ તથા કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરની સાથે મળીને કપીલ સીરસાઠની હત્યાનો કારસો રચી તા.8-8-20ના રોજ ચપ્પુના ઘા મારી કપીલ સીરસાઠની હત્યા કરી હતી.જે અંગે મરનારના ફરિયાદી ભાઈ સુશીલ સીરસાઠે ત્રણેય આરોપીઓ વિરુધ્ધ હત્યા,પુરાવાના નાશ કરવા તથા એટ્રોસીટી એક્ટના ભંગ બદલ ડીંડોલી પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

(4:51 pm IST)